તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમરસતા સપ્તાહની ઉજવણી ટાણે અધિકારીની મુલાકાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારીપ્રાથમિક શાળાઓમાં હાલમાં સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે દરમિયાન ગાંધીનગર તાલુકાના તારાપુર અને રાયસણની શાળામાં સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેશસિંગ એકાએક આવી પહોંચ્યા હતાં. જ્યાં તેમણે બાળકોને સ્વચ્છતા અંગેની જાણકારી આપી જાગૃતિ કેળવવા પ્રયાસ કર્યો હતો.

તેમાં બાળકો સ્વચ્છતા પ્રત્યે વધુ સજાગ થાય તેમજ એકબીજા પ્રત્યે ભાઇચારો દાખવે તેમજ દેશપ્રેમની ભાવના કેળવવા માટે વિવિધ કર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. તે ઉપરાંત ખુલ્લામાં શૌચક્રિયા નહીં કરવા માટેની સમજણ આપવામાં આવી રહી છે. તેની જાણકારી આપવા માટે ગામના ચોરા અને શાળા કમ્પાઉન્ડમાં ‘કુટુંમ્બની આબરુ…ઘેર ઘેર જાજરૂ’ના બોર્ડ મુકવામાં આવ્યા છે. તેમાં શૌચાલયનો ઉપયોગ નહીં કરવાથી મુશ્કેલીઓ સર્જતો રોગચાળો ફેલાતો હોવાની જાણકારી અપાઇ રહી છે.

પ્રકારનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે તારાપુર અને રાયસણની શાળામાં સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેશસિંગે અણધારી મુલાકાત લીધી હતી. ત્યારે ઉચ્ચ અધિકારીને જોઇ શાળાનો સ્ટાફ ચિંતામાં ચોંકી ગયો હતો. અધિકારીએ કાર્યક્રમનો આશય યોગ્ય રીતે જળવાઇ રહ્યો છે કે માત્ર વાતોના વડા થાય છે. તે હકીકત જાણવાનો હતો.

તારાપુર-રાયસણની શાળામાં આવેલા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરે બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવ્યા

અન્ય સમાચારો પણ છે...