તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • પુન્દ્રાસણમાં મકાનમાં સંતાડાયેલો 26 હજારનો વિદેશી દારૂ પકડાયો

પુન્દ્રાસણમાં મકાનમાં સંતાડાયેલો 26 હજારનો વિદેશી દારૂ પકડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયનાંમુખ્યમંત્રી વિજય રૂપાણીએ પદ સંભાળતાની સાથે દારૂબંધીની દિશામાં પોલીસને ટકોર કરીને કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જેના પગલે દરેક જિલ્લાની પોલીસ દિશામાં કાર્યાન્વીત બની છે. ત્યારે પેથાપુર પોલીસની ટીમે બુધવારની સાંજે બાતમીનાં આધારે પુન્દ્રાસણ ગામનાં હુડકો વિસ્તારમાં દરોડો પાડીને રૂ. 26 હજારની કિંમતનો દારૂ તથા બિયર ઝડપી પાડ્યા હતો. પરંતુ દારૂ છુપાવનાર બુટલેગર ફરાર થઇ ગયો હતો.

ગાંધીનગર જિલ્લામાં દારૂબંધીની દિશામાં પોલીસ એક વર્ષથી સક્રિય છે તેમ છતા બુટલેગરોનો ધંધો અટક્યો નથી. દેશી તથા વિદેશી દારૂ ગમે ત્યારે ગમે ત્યાં બુટલેગરો પહોચાડી રહ્યા છે. તેમ છતા ગત વર્ષોની સરખામણીએ દારૂબંધીની દિશામાં પોલીસની સક્રિયતા વધી છે. દરમિયાન પુન્દ્રાસણ ગામે જોગાજી ઠાકોરનાં મકાનમાં પુન્દ્રાસણનાં ભુપતજી જવાનજી ઠાકોર નામનાં શખ્સે દારૂ છુપાવ્યો હોવાની બાતમી પેથાપુર પોલીસને મળી હતી. પોલીસે સાંજે 8 વાગ્યાનાં અરસામાં દરોડો પાડીને જોગાજીનાં મકાનમાંથી રૂ. 12000ની કિંમતનાં 120 નંગ બિયર ટીન તથા રૂ. 14400ની કિંમતની વિદેશ દારૂની 36 બોટલો મળી કુલ રૂ. 26400નો દારૂ પકડી પાડ્યો હતો. જયારે બુટલેગર ભુપતજી ઠાકોર મળી આવ્યો નહોતો. પોલીસે બનાવમાં દારૂ કબજે કરીને ભુપતજી સામે ગુનો દાખલ કરીને તેમની શોધખોળ આદરી છે.

સીઅેમ વિજય રૂપાણીએ પદ સંભાળતાની સાથે દારૂબંધીની દિશામાં પોલીસને ટકોર કરીને કડક કાર્યવાહી કરવા આદેશ

દારૂ છુપાવનાર આરોપી ફરાર : પેથાપુર પોલીસે દરોડો પાડીને દારૂ ઝડપ્યો

અન્ય સમાચારો પણ છે...