તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • કોમન પ્લોટના દબાણ દૂર કરવા સેકટર નવરાત્રિ સમિતિની માંગ

કોમન પ્લોટના દબાણ દૂર કરવા સેકટર નવરાત્રિ સમિતિની માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરસ્માર્ટ સિટી બનાવવું હોય તો કોમન પ્લોટમાં રહેલા દબાણો દૂર કરવા જોઇએ. કોમન પ્લોટમાં દબાણોના કારણે સુંદર વિકસિત વિસ્તાર ગંદો બન્યો છે. વાડાઓમાં દબાણ કરનાર લોકો પોતાનો બિનજરૂરી અને નકામી વસ્તુઓનો કચરો ભરી વિકસિત વાતાવરણને સાવ ગંદુ બનાવી દે છે. સેકટર 14ની શિવશક્તિ હાઉસિંગ સોસાયટીના નવરાત્રી મહોત્સવ સમિતિના સભ્યોએ સંયુક્ત યાદીમાં જણાવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે સેકટર 14માં નવા ફાળવેલા પ્લોટ્સમાં શિવશક્તિ હાઉસિંગ સોસાયટીમાં આવેલા સરકારી કોમન પ્લોટમાં ઘણા વસાહતીઓએ દબાણો કરી દિધા છે. દબાણોથી સુંદર જગ્યા ગંદી બની છે. નવરાત્રીના સમયે તથા લગ્ન પ્રસંગોમાં લોકો ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવતાં દબાણોના સ્થળે ચોમાસામાં મોટું ઘાસ ઉગી નીકળ્યું છે. જેથી કોમન પ્લોટની જગ્યાએ વાડાના દબાણોમાં ગીચ ઝાડીઓ વધી છે. તેમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેના કારણે આસપાસ વસતા રહીશોનાં સ્વાસ્થ્ય પર જોખમ તોળાઇ રહ્યું છે. શહેરને સ્વચ્છ બનાવવા માટે તંત્રએ કોમન પ્લોટના દબાણો દૂર કરવા કાર્યવાહી કરવી જોઇએ.

ચોમાસાના કારણે ઘાસ ઉગતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે: સેક્ટરના વડીલ આગેવાન

અન્ય સમાચારો પણ છે...