તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઇકલ બાદ સિલાઇ મશીનનું પણ ભગવાકરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરીબકલ્યાણ મેળાઓમાં લાભાર્થીઓને કેસરી રંગની સાઇકલો આપવાનું શરૂ કરાયું ત્યારે ગુજરાતનું ભગવાકરણ કરાઇ રહ્યાની બુમરાણ મચી હતી. હવે પ્રથમવાર સિલાઇ મશીન પણ ભગવા રંગના આપવામાં આવ્યાં છે. જો કે આમ કરવાના કારણે લાભાર્થીઓની બીપીએલ તરીકેની ઓળખ છતી થઇ જાય છે. જેનો ભૂતકાળમાં ભારે વિરોધ થયો હતો. ગુરૂવારે યોજાયેલા મેળામાં પણ સાઇકલનો અને સિલાઇ મશીનનો કલર પણ ભગવો રાખવામાં આવતા સ્થાનિકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. ભાજપની સરકાર દ્વારા મારી મચડીને લોકોના માનસ પર ભગવા કલરની છાપ બેસાડવાનો પ્રયાસ કરાતો હોય તેમ ચૂંટણી ચિહ્ન કમળના કેસરી કલરનો ઉપયોગ સહાય કીટમાં કરાતાં લોકોમં ચર્ચાનો મુદ્દો ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...