તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંજાનું વાવેતર કરનાર લેકાવાડા મંદિરના મહંતને 15 વર્ષની કેદ

ગાંજાનું વાવેતર કરનાર લેકાવાડા મંદિરના મહંતને 15 વર્ષની કેદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લેકાવાડાહનુમાનજીનુ મંદિરના મહંતે ગોચર જમીનમાં ગાંજાનુ વાવેતર અને વેચાણ કરતા પકડાયા બાદ વર્ષ પછી કેસમાં કોર્ટે મહંતને 15 વર્ષ જ્યારે અન્ય એક શખ્સને 10 વર્ષની સજા ફટકારી હતી.

લેકાવાડા ગામના પાટિયા પાસે ઘનશ્યામ સીતારામ સાધુએ (મૂળ રહે. જખારા, તા. લીંબડી) હનુમાનજીનુ મંદિર બનાવી ધૂણી ધખાવી હતી. મહંતે સમય જતા પાસેની ગૌચર જમીનમાં ગાંજાનુ વાવેતર કરવા લાગ્યો હતો. જ્યારે બહારથી પણ ચરસ અને ગાંજો મંગાવી વેચાણ કરતો હતો. ડભોડા પોલીસેએ અા બાબતની જાણ થતાં તત્કાલિન પોલીસ અધિક્ષક શોભા ભૂતડાએ 21/12/2010ના રોજ ટીમ સાથે રેડ કરી હતી. તે દરમિયાન ગાંજો વેચવા આવનાર અન્ય શખ્સ કમલેશ રાજારામ સોલંકી (રહે.કાળી ગામ, અમદાવાદ) બાઇક લઇને આવ્યો હતો. રેડ દરમિયાન પોલીસે બંને આરોપીઓને 1735 ગ્રામ ગાંજાના ફૂલ, 986 ગ્રામ ગાંજો, તથા 148 ગ્રામ ગાજાના બીજ અને ખુલ્લી જમીનમાં વાવેલા ગાજાના છોડનુ વજન 362 ગ્રામ મળી કુલ રૂ. 35550નો મુદ્દામાલ કબજે કર્યા હતા. કેસ જજ સી રાવની કોર્ટમાં ચાલતા અને સરકારી વકીલ સુનિલ પંડ્યા ધારદાર દલીલો બાદ મહંત ઘનશ્યામ સાધુને 15 વર્ષની કેદ અને રૂ. 1 લાખનો દંડ અને જો દંડ ભરે તો 2 વર્ષની સાદી કેદ તથા કમલેશ સોલંકીને 10 વર્ષની કેદ અને રૂ. 50 હજારનો દંડ અને રકમ ભરે તો એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી.

ગાંજો વેચવા આવેલા અન્ય એકને 10 વર્ષની સજા

ગોચરમાં ગાંજાના વાવેતર કેસમાં વર્ષે ચુકાદો

અન્ય સમાચારો પણ છે...