તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • કોંગ્રેસે ગરીબો પાસેથી મત લીધા પણ,કંઇ આપ્યંુ નહીં: નીતિન પટેલ

કોંગ્રેસે ગરીબો પાસેથી મત લીધા પણ,કંઇ આપ્યંુ નહીં: નીતિન પટેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોબાપ્રેક્ષાભારતીમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર ચાબખા મારતા કહ્યું હતુ કે દેશમાં 60 વર્ષ રાજ કરનાર કોંગ્રેસે ક્યારેય ગરીબ બહેનોનુ વિચાર્યું નથી.ગરીબો પાસેથી માત્ર મત લેવા સિવાય કંઇ કામ કર્યુ નથી. મેળામાં જિલ્લામાં રૂ. 1750 લાખની સહાય અને સાધનો 12, 000 લાભાર્થીને અપાયા હતાં.

કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત કરાયેલી ‘ગરીબ કલ્યાણ મેળા થકી... ધન્ય બન્યું જીવન’ પુસ્તિકાનું પણ નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિમોચન કરાયુ હતું. તેમણે કહ્યું કે જિલ્લામાં ૧૭ હજારથી વઘુ પરિવારને લાભ આપ્યો છે. મા અમૃતમ યોજનામાં ૪૩,૨૪૩ પરિવારને અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત ૨૧૨૦ લાભાર્થીઓને લાભ અપાયો છે. મા વાત્સલ્ય યોજના અંતર્ગત રૂપિયા કરોડ 15 લાખની સહાય ચુકવાઇ છે.

ખુરશી ઉછળવાના ડરે લોકોનેે નીચે બેસાડાયા

સીધી વાત

નીતિન પટેલ, નાયબ મુખ્યમંત્રી

{ બાયડની હદનો 22 કીમીનો રોડ મુદ્દે રોષ જોવા મળે છે ?

-બાયડના ધારાસભ્ય સ્થાનિક આગેવાનો સાથે રજૂઆત કરવા આવ્યા હતાં. રોડ ખરાબ થઇ ગયો છે. ત્યારે નવો બનાવવાની માંગ કરી હતી. તેમની રજૂઆતને ધ્યાને લેવામાં આવી છે.

{200 કરોડના ખર્ચે કયા રોડ રસ્તાનો વિકાસ કરાશે ?

-ગાંધીનગર જિલ્લાના ગામડાઓને જોડતાં કાચા પાકા રસ્તા, નાળિયા સહિતના રસ્તાને પાકા રોડ કરાશે.

{દહેગામ બાયડ રોડ પ્રત્યે ઓરમાયુ વર્તન કરાયું છે ?

-દહેગામના સ્થાનિક આગેવાનો દહેગામ બાયડ રોડને પહોળો કરવા અને નવો બનાવવાની રજૂઆત લઇને આવ્યા હતાં. ત્યારે 22 કીમીના રોડ માટે રૂ. 45 કરોડ ફાળવ્યા છે.

ગાંધીનગર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે લાભાર્થીઓને સહાય અપાઇ હતી. બીજી તરફ સરકારી કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળવાના બનાવો બાદ સરકારે બોધપાઠ લઇને કાર્યક્રમમાં લોકોને નીચે બેસાડાયા હતા.-કલ્પેશ ભટ્ટ

‘ગરીબ કલ્યાણ મેળા થકી... ધન્ય બન્યું જીવન’ પુસ્તિકાનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

મદદ|કોબાના ગરીબ કલ્યાણ મેળામાં રૂ. 1750 લાખની સહાય અપાઇ

અન્ય સમાચારો પણ છે...