મતદાર યાદીમાં ચૂંટાયેલા કોર્પોરેટરનું નામ જ ગાયબ !

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમથી ગાંધીનગર કલેકટર કચેરીનાં નેજા હેઠળ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:46 AM
Gandhinagar - મતદાર યાદીમાં ચૂંટાયેલા કોર્પોરેટરનું નામ જ ગાયબ !
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમથી ગાંધીનગર કલેકટર કચેરીનાં નેજા હેઠળ સુધારણાની કાર્યવાહી શરૂ કરાઈ છે. પરંતુ તંત્રએ તૈયાર કરેલી યાદી પહેલા સુધારવી પડે તેવી સ્થિતી જોવા મળી છે. ચૂંટાયેલા કોર્પોરેટરનું જ નામ ગાયબ કરી દેવાયુ છે!

કોર્પોરેટર પિન્કીબેનને યાદીનાં ફોટા સાથે જણાવ્યુ હતુ કે તેમણે જયારે સુધારણા સેન્ટરની મુલાકાત લીધી અને યાદીમાં તપાસ કરી તો તેમનો જ નંબર અને ફોટો યાદીમાં હતા. પરંતુ નામ પીન્કીબેન રજનીકાંત પટેલનાં બદલે દવે હિનાબેન નામ હતુ! તેમનું નામ ગેરકાયદે બદલી દેવાયાનો આક્ષેપ કરીને જણાવ્યુ હતુ કે બે ટર્મથી ચુંટાતા લોક પ્રતિનીધીનું જ આ રીતે નામ નિકળી જતુ હોય તો પ્રજાજનોનું નામ બદલી નાખે તો કોણ સાંભળવાનું ? આને મોટો ગફલો ગણાવવામાં આવ્યો છે.

X
Gandhinagar - મતદાર યાદીમાં ચૂંટાયેલા કોર્પોરેટરનું નામ જ ગાયબ !
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App