ચ-0 પાસે ગાયની અડફેટે ત્રણ બાઇક ચાલક ઘવાયા

ગાંધીનગર-અમદાવાદ હાઇ-વે પર ઠેર ઠેર રોડ સાઇડમાં મકાઇનાં ડોડા વેચતી લારીઓ જોવા મળે છે.ત્યાર લારીઓવાળા દ્વારા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:46 AM
Gandhinagar - ચ-0 પાસે ગાયની અડફેટે ત્રણ બાઇક ચાલક ઘવાયા
ગાંધીનગર-અમદાવાદ હાઇ-વે પર ઠેર ઠેર રોડ સાઇડમાં મકાઇનાં ડોડા વેચતી લારીઓ જોવા મળે છે.ત્યાર લારીઓવાળા દ્વારા ફેકાતા મકાઇનાં કચરાથી રખડતા પશુઓ પણ લારીઓની આસપાસ રોડ પર મંડરાતા રહે છે.

રવીવારે ચ-0 સર્કલ પાસે આવી જ રીતે એક મકાઇની લારી પાસે ફેકવામાં આવલા ચોતરા ખાતી ગાય લારી પર મકાઇ ખાવા આવતા લારીવાળો લાકડી લઇને પાછળ દોડતા ગાય રોડ પર ભાગી હતી. ત્યારે રોડ પરથી પસાર થઇ રહેલા બે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને 3 યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને લારીવાળો લારી સાથે ગાયબ થઇ ગયો હતો. 108 બોલાવીને ઇજાગ્રસ્તોને ખસેડાયા હતા.

X
Gandhinagar - ચ-0 પાસે ગાયની અડફેટે ત્રણ બાઇક ચાલક ઘવાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App