Home » Madhya Gujarat » Latest News » Gandhinagar » Gandhinagar - શહેરમાં રખડતાં ઢોર વાહનચાલકો માટે માથાનો દુ:ખાવો બની ચૂક્યા છે

શહેરમાં રખડતાં ઢોર વાહનચાલકો માટે માથાનો દુ:ખાવો બની ચૂક્યા છે

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:46 AM

સમસ્યા વાહનોથી ધમધમતા પાટનગરનાં રાજમાર્ગ alt145ચalt146 અને alt145ઘalt146 રોડ પર ઢોર અકસ્માતમાં વધારો

  • Gandhinagar - શહેરમાં રખડતાં ઢોર વાહનચાલકો માટે માથાનો દુ:ખાવો બની ચૂક્યા છે
    ગાંધીનગરમાં મુખ્ય માર્ગો પર રખડતાં ઢોર વાહનચાલકો માટે માથાનો દુ:ખાવો સાબિત થઇ ગયાં છે. વાહનોથી ધમધમતા ચ અને ઘ માર્ગ પર રોડની વચ્ચે રખડતાં અને બેસી રહેતા ઢોરના કારણે અકસ્માતો પણ વધ્યા છે. વાહન ચાલક અને ઢોર બંન્નેના જીવ પર જોખમ તોળાઇ રહ્યું છે. શહેરીજન સંસ્થા દ્વારા આ અંગે મેયરને રજૂઆત કરાઇ છે. હાલ નગરમાં ધાર્મિક તહેવારોના કારણે વાહન અને પદયાત્રી વધ્યા હોવાથી આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવે તેના માટે કાયદાનું હથિયાર ઉગામવાની માંગ સંસ્થા દ્વારા કરાઇ છે.

    શહેરીજન સંસ્થાના પ્રમુખ જયંતભાઇ ભટ્ટે જણાવ્યુ હતું કે ગાંધીનગર શહેર 30 સેકટરોમાં વિસ્તરેલુ શહેર છે. જો એક સેકટરમાં માત્ર 100 ઢોરની જ ગણતરી કરીએ તો સંખ્યા 3 હજારે પહોંચે છે. રાજ્યનું પાટનગર હવે સ્માર્ટ સિટી બનવા જઇ રહ્યું છે, ત્યારે જ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ પણ વધ્યો છે. રાહદારીઓ અને વાહનચાલકોના માર્ગ પર ગમે ત્યારે આવી જઇને તેમને ઇજા અને નુકશાન પહોંચાડે છે. જેના કારણે માર્ગો પણ ઘણા અકસ્માતો સર્જાયા છે. આ સમસ્યાને ધ્યાને રાખીને તંત્રએ યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.

    પાટનગરને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા સ્થાનિક તંત્રથી લઇને મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજુઆત કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓ અને પદ્દાધિકારીઓને અકસ્માતનો ભોગ બનતા નાગરિકોની ચિંતા કરવાની તો ફૂરસત નથી, પરંતુ મગરની ચામડી ધરાવતા આ લોકોને શરમ જેવું પણ કંઇ રહ્યું નથી. પાટનગરની ગરિમા જાળવવા સાથે પણ તેમણે કોઇ લેવા દેવા રાખી નહીં હોવાથી રખડતાં ઢોરના મુદ્દે નગરવાસીઓ અને ગામ બહારથી આવતા મુલાકાતીઓ ખરા અર્થમાં રામ ભરોસા પર આવી ગયાં છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ