ATMમાં પૈસા ઉપાડવા અંગે કોન્ટ્રાકટર પર હુમલો

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:46 AM IST
Gandhinagar - ATMમાં પૈસા ઉપાડવા અંગે કોન્ટ્રાકટર પર હુમલો
કલોલ પંથકમાં સામાન્ય બાબતમાં ગંભીર ઝઘડા તથા મારા મારીનાં બનાવો સામાન્ય બની રહ્યા છે. ત્યારે ખાત્રજમાં બેન્કમાં એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા સિવિલ કોન્ટ્રાકટરને પૈસા ઉપાડવામાં વાર લાગતા સ્થાનિક યુવાનો એટીએમમાં ગયા હતા. જે મુદ્દે બોલાચાલી બાદ કોન્ટ્રાકરને માર મારવામાં આવતા મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો છે. જેમાં 4 યુવાનો સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે. જયારે સામે પણ ફરીયાદ આપવામાં આવી છે.

કુડાસણમાં આવેલી દિવ્ય જીવન હાઇટ્સમાં રહેતા સિવિલ કોન્ટ્રાકટર મયુરધ્વજસિંહ જુવાનસિંહ સરવૈયાએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ પ્રમાણે ખાત્રજમાં આવેલી અરવીંદ મીલમાં તેમનું બાંધકામનું કામ ચાલે છે. શનિવારે બપોરે ખાત્રજ ચોકડીએ આવેલા એક્ષીસ બેન્કનાં એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા.

સરવૈયાએ પોલીસને ફોન કરતા તથા આસપાસથી લોકો આવવા લાગતા આ શખ્સો નાસી ગયા હતા. સ્થાનિક લોકોનાં ટોળામાં થતી વાતો પરથી હુમલાખોરોનાં નામ ગણપતજી, પ્રકાશ, દિપક તથા વિપુલજી હોવાનું જાણવા મળતા ચારેય સામે ફરીયાદ નોંધાવતા અ.હેડ કોન્સ્ટેબલ હામભાઇએ આ દિશામાં તપાસ હાથ ધરી છે. આ બનાવમાં સામે પ્રકાશજી દ્વારા સામે ફરીયાદ નોંધાવાઈ હતી.

હુમલાખોરોએ અન્ય 2ને બોલાવ્યા હતા

એક ટ્રાન્ઝેકશન કરીને બીજુ ટ્રાન્ઝેકશન કરી રહ્યા હતા ત્યારે એટીએમ કેબીનમાં બે યુવકો ઘુસ્યા હતા અને આટલી વાર લગાડવા અંગે બોલાચાલી કરતા બહાર જવાનું કહ્યુ હતુ. જેનાથી આ બંને શખ્સોએ ઉશ્કેરાઇ જઇને ગાળો બોલવાનું શરૂ કરીને શર્ટ તથા બનીયાન ફાડી નાંખ્યા હતા. આ શખ્સોએ અન્ય બે યુવકોને ફોન કરીને બોલાવ્યા હતા અને ફરી માર માર્યો હતો.

X
Gandhinagar - ATMમાં પૈસા ઉપાડવા અંગે કોન્ટ્રાકટર પર હુમલો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી