સેકટર 25માં એક રાતમાં બે બાઇકની ચોરી

સેકટર 25 જીઆઇડીસી પાસે કોલવડાની સીમમાં આવેલા સ્વામી વિવેકાનંદનગરમાં મકાન નં 19/17માં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:46 AM
Gandhinagar - સેકટર 25માં એક રાતમાં બે બાઇકની ચોરી
સેકટર 25 જીઆઇડીસી પાસે કોલવડાની સીમમાં આવેલા સ્વામી વિવેકાનંદનગરમાં મકાન નં 19/17માં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા વિરેન્દ્રસિંહ વિરસિંહ સોલંકી દ્વારા સેકટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરીયાદ પ્રમાણે પોતાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક નં જીજે 18 સીબી 5376 ગત તા 14મીએ પોતાનાં ઘરની બહાર રાખ્યુ હતુ. બીજા દિવસે સવારે જાગ્યા ત્યાં સુધીમાં રૂ.15 હજારની કિંમતનું તેમનું બાઇક ગાયબ થઇ ગયુ હતુ.

શોધખોળ કરવા છત્તા પત્તો ન લાગતા ફરીયાદ નોંધાવી હતી. જયારે વિવેકાનંદનગરમાં જ મકાન નં 02/01 ખાતે રહેતા અને કડીયાકામમાં મજુરી કરતા ગણપતભાઇ જીવનભાઇ પરમારની ફરીયાદ પ્રમાણે તેમણે પણ પોતાનું સ્પ્લેન્ડર બાઇક નં જીજે 18 એમ 9215 તા 14મીની સાંજે પુત્રએ ઘર આગળ પાર્ક કર્યુ હતુ. સવારે જાગ્યા ત્યાં સુધીમાં ચોરાઇ ગયુ હતુ.

X
Gandhinagar - સેકટર 25માં એક રાતમાં બે બાઇકની ચોરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App