Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Gandhinagar » Gandhinagar - દહેજ મામલે ત્રાસ અપાતા 4 સાસરિયા સામે ફરિયાદ

દહેજ મામલે ત્રાસ અપાતા 4 સાસરિયા સામે ફરિયાદ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:46 AM

પેથાપુરમાં શક્તિ ચોકમાં રહેતા સરસ્વતીબેન અમિતકુમાર પ્રજાપતિ દ્વારા પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી...

  • Gandhinagar - દહેજ મામલે ત્રાસ અપાતા 4 સાસરિયા સામે ફરિયાદ
    પેથાપુરમાં શક્તિ ચોકમાં રહેતા સરસ્વતીબેન અમિતકુમાર પ્રજાપતિ દ્વારા પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરીયાદ પ્રમાણે હાલ તેમને સાસરીમાંથી કાઢી મુકતા પિયરમાં જાસપુર રહે છે. વર્ષ 2009માં તેમનાં લગ્ન પેથાપુર અમિતકુમાર સાથે થયા બાદ 5 વર્ષ સુધી બધુ બરાબર ચાલ્યુ હતુ. પરંતુ સાસુ-સસરા દ્વારા હેરાન કરવામાં આવતા હોવાથી જુદા રહેવાનું કહેતા બાપાનાં ઘરેથી પૈસા લઇ આવ પછી જુદા રહેવાનું કહીને ત્રાસ આપતા હતા. ત્રાસથી કંટાળીને પીયરમાં 8 માસ રહ્યા બાદ સમાધાન થયુ હતુ અને ફરી સાસરીમાં આવ્યા હતા.

    ત્યારે ગત તા 10મીએ સસરાએ પંખો ચાલુ રાખવા બાબતે ઝઘડો કરીને ગાળો બોલી હતી. પતિ રાત્રે આવતા તેમને આ અંગે વાત કરતા તેમણે પણ ઉશ્કેરાઇને બાપને ત્યાંથી પૈસા લાવતી નથી અને અહિયા પંખા ચાલુ રાખીને બેસવુ છે કહીને ગાળાગાળી કરી હતી. જયારે નણંદ દ્વારા પણ સાસરીનાં લોકોની ચડામણી કરવામાં આવતી હોવાનું તથા સંતાન ન હોવા બાબતે પણ માનસીક ત્રાસ અપાતો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending