તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • બાળકોને રોગચાળાથી બચાવવા શાળા સંચાલકોને તંત્રની તાકીદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકોને રોગચાળાથી બચાવવા શાળા સંચાલકોને તંત્રની તાકીદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વરસાદબંધ થઇ ગયા પછી હવે સતત વાદળછાયુ વાતાવરણ રહેવાના કારણે ગાંધીનગર જિલ્લામાં વાહકજન્ય રોગચાળો ફાટી નિકળવાની દહેશત વર્તાઇ રહી છે. તેવા સમયે જિલ્લામાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્યની તકેદારીને લક્ષમાં લઇ સંભવિત રોગચાળા સામે સજાગ રહેવા અને રોગચાળા અટકાયતી પગલા ભરવા તમામ શાળાના આચાર્યોને આદેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત બાળકોને પોરા નિદર્શન કરાવવામાં આવી રહ્યું છે.

ભરાયેલા વરસાદી પાણીના કારણે ફેલાયેલી ગંદકી અને સતત વાદળછાયા વાતાવરણના કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નિકળે તેવી સંભાવનાઓને લક્ષમાં લઇ જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. તેના પગલે જિલ્લા મેલેરિયા શાખા દ્વારા શિક્ષણ શાખાને સૂચના આપવામાં આવી છે. તેના આધારે જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડેન્ગ્યૂ અને મેલેરિયા જેવા રોગ સામે રક્ષિત કરવા માટે શુ શુ કરવુ અને તેને અટકાવવાના ઉપાયો અંગેની જાણકારી આપવા જણાવાયુ છે. તેમજ સંબંધિત વિભાગોને સંભવિત રોગચાળા સામે પુરતી તકેદારી રાખવા માટે સૂચના જારી કરવામાં આવી છે. તેના પગલે જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના સંચાલકોને સંભવિત રોગચાળા સામે પગલા ભરવા જણાવાયુ છે.

વાહકજન્ય અને મચ્છરજન્ય રોગચાળો કેવી રીતે ફેલાય અને ફેલાયા પછી તેને અટાકવવા માટે તેમજ તેની સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય તે તમામ બાબતોની જાણકારી વિદ્યાર્થીઓને આપવા તાકિદ કરવામાં આવી છે. તેની શરૂઆત પોરા નિદર્શનથી કરવામાં આવી છે. તેના દ્વારા મચ્છરની ઉત્પત્તિ કેવી રીતે થાય અને તેનો ફેલાવા અંગે જાણકારી આપવામાં આવી રહી છે.

શૈક્ષણિક કાર્યના આરંભે યોજાતી પ્રાર્થના સમયે પણ રોગાચાળા સામે રક્ષણ માટેની માહિતી આપવા જણાવાયુ છે. તાવ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવા તેમજ શાળામાં બાળકોને આખી બાંયના શર્ટ પહેરાવવાનો અનુરોધ પણ કરાયો છે. તેમજ શાળા કમ્પાઉન્ડમાં કે આસપાસમાં ભરાઇ રહેતા પાણીમાં દવાનો છંટકાવ કરવા અને પાણી ભરેલા પાત્રોને ઢાંકી રાખવા જણાવાયુ છે.

વિદ્યાર્થીઓને ડેન્ગ્યૂ અને મેલેરિયા જેવા રોગ સામે રક્ષણ આપવાના ઉપાયની જાણકારી આપવા આચાર્યોને તાકિદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો