તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશની મૂડી દેશના શિક્ષિત યુવાનો છે: પદમીન બૂચ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેઇકઇન ઇન્ડિયા કોન્સેપ્ટ દેશના યુવાનો માટે છે. દેશની મુખ્ય મૂડી દેશના ભણેલા યુવાનો છે. જો તેમને યોગ્ય રોજગારીની તક મળે તો ખરા અર્થમાં મેઇક ઇન ઇન્ડિયાની શરૂઆત ગણાય. તેમ સીનીયર પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટ પદમીન બુચે કોલેજના વિદ્યાર્થીઓને કહ્યુ હતું. ભોયણ રાઠોડમાં આવેલી આદિશ્વર કોલેજ ઓફ ટેકનોલોજીમાં ‘મેઇક ઇન ઇન્ડિયા-ટુ ફોર એમ્પલોયમેન્ટ જનરેશન’ થીમ પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયુ હતું. જેમાં સ્માર્ટ સિટી, ઇનોવેટીવ ડિઝાઇન ઇન આઇટી તથા સિંગલ વિન્ડો સિસ્ટમ સહિતના વિષય પર ચર્ચા કરાઇ હતી.

દેશમાં પ્રધાનમંત્રી દ્વારા મેઇક ઇન ઇન્ડિયાની શરૂઆત કરાઇ છે. ત્યારે મેઇક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટને સફળ બનાવવા માટે યોજાયેલા વર્કશોપમાં વિદ્યાર્થીના એક પ્રશ્નના જવાબમાં વક્તા પદમીન બુચે મેઇક ઇન ઇન્ડિયા અને મેઇડ ઇન ઇન્ડિયાનો તફાવત સમજાવતા કહ્યુ કે દેશમાં બનાવેલી વસ્તુઓનો બહાર બિઝનેશ કરવો મેઇડ ઇન ઇન્ડિયા છે. જ્યારે બહારની કંપનીઓને દેશમાં ઉત્પાદન કરવા માટેની તક આપવી જેના દ્વારા દેશના યુવાનોને રોજગારી મળી રહે તેન મેઇક ઇન ઇન્ડિયા છે. ઉપરાંત વિદ્યાર્થીઓને મેઇક ઇન ઇન્ડીયામાં કેવી રીતે અરજી કરવી તથા ઓપન વિન્ડો સિસ્ટમ વિશે જાણકારી આપી હતી. મેઇક ઇન ઇન્ડિયાના કારણે દેશમાં વિદેશી કંપનીઓ પોતાની પ્રોડક્ટનું ઉત્પાદન કરશે. જેથી દેશમાં ઉદ્યોગ અને વેપારી માટે વિપુલ તકો ઉભી થશે. ભારતમાં ઉત્પાદન કરવાથી દેશના 10 કરોડ જેટલા યુવનોને રોજગારીને તક મળશે.

આદિશ્વર કોલેજ ઓફ ટેકનોલોજીમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ વિષય પર વર્કશોપ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો