તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપોલો હોસ્પિટલને રાજ્યમાં પ્રથમ જેસીઆઇ એક્રિડીટેશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુએસનાજોઇન્ટ કમિશન ઇન્ટરનેશલ (જેસીઆઈ) હોસ્પિટલનું ગુણવત્તાસભર માપદંડો આધારે મુલ્યાંકન કરે છે. ભારતમાં તેના માપદંડ પ્રમાણભૂત થયેલી માત્ર 28 હોસ્પિટલ છે. જેમાં હવે ગાંધીનગરની અપોલો હોસ્પિટલનો સમાવેશ થયો છે. આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર દર્દીની સુરક્ષા અને ગુણવત્તાસભર દેખરેખ માટે ગ્લોબલ હેલ્થકેરના સ્ટાન્ડર્ડ છે. જેમાં જેસીઆઇના 1300 જેટલા સ્ટાન્ડર્ડને પાસ કરીને અપોલો હોસ્પિટલ ગુજરાતની પ્રથમ જેસીઆઇ એક્રેડીટેશન પ્રાપ્ત હોસ્પિટલ બની છે.

અપોલો હોસ્પિટલના સીઇઓ ડૉ. રાજેશ કામરા જણાવ્યુ હતું કે જોઇન્ટ કમિશન ઇન્ટરનેશલ દ્વારા આંતરાષ્ટ્રીય માપદંડોને અનુસરીને હોસ્પિટલ એક્રેડિટેશનનું ગોલ્ડ સીલ પ્રાપ્ત થયુ છે.ગોલ્ડ સીલ ઓફની માન્યતા ગુણવત્તાનું પ્રતીક છે. જેસીઆઇના એક્રેડીટેશન હેલ્થકેર એક્સપર્ટ્સની ઇન્ટરનેશલ સર્વેયર ટીમે અપોલો હોસ્પિટલમાં ઓનસાઇટ ઇવેલ્યુએશન કર્યુ હતું. ગૌરવ વાતનું છે કે ક્લોલિટી અને ક્લિનીકલ એક્સલન્સમાં ગોલ્ડન સ્ટાન્ડર્ડ તથા ગુજરાતની પ્રથમ જેસીઆઇ એક્રેડીટેશન હોસ્પિટલ બની છે.

ગોલ્ડ સીલ ઓફની માન્યતા ગુણવત્તાનું પ્રતીક મનાય છે

ભારતમાં જેસીઆઈ માપદંડ પ્રમાણેની માત્ર 28 હોસ્પિટલ

જેસીઆઈની ટીમે હોસ્પિટલમાં ક્યો સર્વે કર્યો

જોઇન્ટ કમિશન ઇન્ટરનેશનલ એક્સપર્ટ સર્વેયરની ટીમે ઇન્ટરનેશનલ પેશન્ટ સેફટી ગોલ્સ, પેશન્ટ એસેસમેન્ટ અને સારસંભાર, એનેસ્થેશિયા અને સર્જિકલ કેર, મેડીકેશન મેનેજમેન્ટ, પેશન્ટ અને ફેમિલી એજ્યુકેશન, ક્વોલિટી ઇમ્ર્પુવમેન્ટ, ઇન્ફેક્શન પ્રિવેન્શન અને કંન્ટ્રોલસ, ગવર્નન્સ અને લીટરશીપ, ફેસિલીટી મેનેજમેન્ટ, સ્ટાફ ક્વોલિફિકેશન અને એજ્યુકેશન અને ઇન્ફોર્મેશનલ મેનેજમેન્ટના માપદંડોને ચકાસ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો