તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • સ્માર્ટ સિટી છે, પાટનગરના રેલવે સ્ટેશનનો રસ્તો અટપટો ને અંધારિયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્માર્ટ સિટી છે, પાટનગરના રેલવે સ્ટેશનનો રસ્તો અટપટો ને અંધારિયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એકસમયના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી પાટનગરના રેલવે સ્ટેશનથી અજાણ નહીં હોય તે સ્વાભાવિક છે. તેમને પોતાને સ્ટેશન જવાના રસ્તાનો અનુભવ હશે. ભાજપે કેન્દ્રમાં સત્તા હાંસલ કરી હોવા છતાં રાજ્યના પાટનગરના રેલવે સ્ટેશનના અટપટા અને અંધારિયા રસ્તાનો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી. આવી પરિસ્થિતિ જોતા એવુ લાગે છે કે ભાજપ સરકાર સ્માર્ટ સિટીના બણગા ફૂંકી રહી છે. અડધી રાત્રે સ્ટેશનથી ઉતરીને શહેરમાં જવુ કાચાપોચા માણસનું કામ નથી, તેવો અંધારિયો રસ્તો છે.

મહાત્મા મંદિરના નિર્માણ પહેલા ગાંધીનગરના હાર્દસમા ઘ-4 સર્કલથી સીધો સ્ટેશન તરફ રસ્તો જતો હતો. પરંતુ મહાત્મા મંદિરના બાંધકામની શરૂઆત થઇ ત્યારથી સ્ટેશન જવાના માર્ગને આડો અવળો વાળીને લઇ જવલામાં આવ્યો છે. તેના કારણે અજાણ્યા મુસાફરો રેલવે સ્ટેશન જતાં અટવાઇ રહ્યાં છે. કેપીટલ રેલવે સ્ટેશન પાછળ અત્યાર સુધીમાં કરોડોનો ખર્ચ થઇ ચૂક્યો હોવા છતાં આજ પણ સ્ટેશન તરફના રસ્તા અંગે તંત્ર ભારે ઉદાસીનતા દાખવી રહ્યું છે.

સ્ટેશન તરફ જવા માટે હાલમાં ઘ-4 સર્કલ ઉપરથી આગળ જઇએ તો મહાત્મા મંદિરની ઇમારતો જોવા મળે છે. ત્યાંથી આગળ રોડ ઉપર જઇને ડાબી તરફ રસ્તાને ડાયવર્ટ કરી સ્ટેશન તરફ લઇ જવામાં આવ્યો છે. પરંતુ રસ્તા ઉપર મહાત્મા મંદિરના વિકાસનું કામ કરતી કન્સ્ટ્રક્શન કંપનીના કામદારો માટે પતરાની વસાહત બનાવાઇ છે. તે વસાહતની આગળ પાછળ થઇને મુસાફર પસાર થાય ત્યારે તેને સ્ટેશન તરફ જવા મળે છે. રસ્તો એટલો અટપટો અને વેરાન છે કે સામાન્ય ડરપોક અને મહિલા મુસાફરો ત્યાંથી પસાર થતાં ભયની લાગણી અનુભવી રહ્યાં છે. એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ હોવાથી અંધારપટ જોવા મળે છે.

સંસ્થાઓ દ્વારા અનેક વખત કરાયેલી રજૂઆતો

ગાંધીનગર શહેર વસાહત મહામંડળ સહિત શહેરની અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા તંત્ર સમક્ષ રેલવે સ્ટેશનના યોગ્ય માર્ગ અંગે રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજ સુધી કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. જે રાજ્યના કેપીટલના રહેવાસીઓ અને મુસાફરો માટે એક મોટી સમશ્યા છે.આ અંગે અરૂણભાઇ બૂચ દ્વારા કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય અને રાજ્ય સરકારને પણ રજૂઆતો કરવામાં આવી છે. તે ઉપરાંત આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે. તેમ છતાં રેલવે સ્ટેશન તરફના માર્ગ માટે કોઇ તંત્ર આજ સુધી સજાગ થતુ નથી.

ટ્રેનનીઅવરજવર વધી છતાં સુવિધામાં મીંડુ

ગાંધીનગર-અમદાવાદવચ્ચે ડેમુ ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થતાં ગાડીઓની અવરજવરનો ધમધમાટ જોવા મળે છે. તેમજ હરિદ્વાર અને ગરીબ રથ સહિતની રેલ સેવા ઉપલબ્ધ થતાં સ્ટેશન પર મુસાફરોની અવર-જવરમાં પણ વધારો થયો છે. તેમ છતાં પાયાની સુવિધાઓ પ્રત્યે પાટનગરના મુસાફરો પ્રત્યે રેલવે તંત્ર ઓરમાયુ વર્તન દાખવી રહ્યું હોવાની લાગણી પ્રજામાં પ્રવર્તે છે. રેલવે પ્લેટફોર્મ ઉપર મુસાફરોની સુવિધા માટેની એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને કોચ ઇન્ડિકેટર મૂકવામાં આવ્યા છે, પરંતુ તેનો લાભ મુસાફરોને મળ્યો નથી. ઉપરાંત સલામતીનો પ્રશ્ન પણ ભારે ચિતાજનક છે.

વેરાન રસ્તાના કારણે અજાણ્યા નહીં રોજિંદા મુસાફરોને પણ પરેશાન થવું પડે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો