તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • કડી કોલેજમાં સર્વ નેતૃત્વ 15 અંતર્ગત લીડરશીપ પ્રોગ્રામનું આયોજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડી કોલેજમાં સર્વ નેતૃત્વ 15 અંતર્ગત લીડરશીપ પ્રોગ્રામનું આયોજન કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિદ્યાર્થીઓમાંનેતૃત્વ સંચાલન અને વ્યક્તિ પ્રતિભાના ગુણો વિકસે તેવા હેતુ સાથે કડી સર્વ વિદ્યાલય દ્વારા સર્વ નેતૃત્વ 15 અંતર્ગત લીડરશીપ પ્રોગ્રામનું આયોજન કરાયુ હતું. જેમાં કડી કેમ્પસની 10 કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુવાનોને લીડરશીપ પ્રોગ્રામમાં નિષ્ણાંતોએ યોગાસન, વ્યાખ્યાન, ફિલ્મ, પ્રેઝન્ટેશન, જુથ સંવાદ, ટેલેન્ટ ઇવનીંગ, રમતો, મેનેજમેન્ટ લીડરશીપ અને ઇવેન્ટ મેનેજમેન્ટ સહિતની પ્રવૃતિઓ દ્વારા તેમની અંદર રહેલી પ્રતિભાને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમના સમાપન પ્રસંગે સંસ્થાના ચેરમેન વલ્લભભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

2009ની સાલથી સર્વ નેતૃત્વ હેઠળ યુવાનોમાં નેતૃત્વ અને તેમની પ્રતિભા સાથે દેશના સારા નાગરિક તરીકેની જવાબદારી સમજે તેવા હેતુથી તાલીમ અપાય છે. જે અંતર્ગત કડી સર્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે 5 દિવસીય લીડરશીપ પ્રોગ્રામનું આયોજન કરાયુ હતું. જેમાં નિષ્ણાંત ટ્રેનર સુરેશભાઇ પટેલે સ્ટુડન્ટ્સને રચનાત્મક પ્રવૃતિ વિકસાવવા માટે ટાઇમ મેનેજમેન્ટ, લીડરશીપ, ટીમ વર્કીંગ અને વિવિધ રમતો સહિતની પ્રવૃતિઓ યોજી હતી.

પાંચ દિવસીય શિબિર બાદ વિદ્યાર્થીઓને છેલ્લા દિવસે વિજાપુરથી હિંમતનગર હાઇવે પર આવેલી તિરૂપતિ ઋુષિવનની મુલાકાતે લઇ જવાયા હતાં. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ 250 જેટલા વૃક્ષોના રોપા વાવ્યા હતાં. શિબિરના સમાપન પ્રસંગે સંસ્થાના ચેરમેન વલ્લભાઇ પટેલ હાજર રહ્યા હતાં. તેમણે કહ્યું કે દરેક વિદ્યાર્થીએ સમાજની પ્રત્યેક જવાબદારી સ્વીકારવી જોઇએ. મહાન લોકાના જીવનમાંથી પ્રેરણા મેળવવી જોઇએ. પ્રસંગે નીમા ફાઉન્ડેશનના ટ્રસ્ટી નટુભાઇ પટેલ, ડૉ. યોગેશભાઇ પટેલ અને દિપકભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

કેમ્પસની 10 જેટલી કોલજના 64 વિદ્યાર્થીઓ ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો