તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • સેકટર 24ના શાક માર્કેટમાં સફાઈના અભાવે નર્કાગારની સ્થિતિ: પ્રજા હેરાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેકટર - 24ના શાક માર્કેટમાં સફાઈના અભાવે નર્કાગારની સ્થિતિ: પ્રજા હેરાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વરસાદનાઆગમનથી નગરના ઘણા વિસ્તારોમાં પાણીના ખાબોચિયા ભરાઇ ગયા છે. જ્યાં સફાઇના અભાવે ગંદકીનું સામ્રાજ્ય થઇ ગયું છે. ત્યારે સેકટર 24નું શાકમાર્કેટ કાદવ-કીચડથી ગંદકીમય બન્યુ છે. સફાઇની જવાબદારી શાકભાજીના લારી-ગલ્લાના વેપારીઓની છે. તેમ છતાં વેપારીઓ દ્વારા વરસાદી ખાબોચીયાનો નિકાલ કરવામાં આવતા પાણીના ખબોચિયામાં મચ્છરનો ઉપદ્વવ થવાથી રોગચાળાનો ખતરો તોળાઇ રહ્યો છે. રખડતા ઢોરના છાણ તથા માર્કેટનો કચરો પણ જમા થતો હોવાથી વિસ્તાર નર્કાગાર જેવો બન્યો છે અને ખરીદી કરવા આવતા ગ્રાહકોએ નાક પર રૂમાલ મુકીને પસાર થવુ પડે છે.

ગાંધીનગરમાં વર્ષોથી સેકટર 24માં શાકમાર્કેટ આવેલુ છે. જ્યાં શહેરના નાગરીકો શાકભાજીની ખરીદી કરવા માટે આવે છે. પરંતુ તે શાકમાર્કેટને તંત્રની પરમીશન નથી. અહીં શાકભાજીના નાના વેપારીઓ લારીઓ લઇને ઉભા રહે છે. તેથી તેમને હટાવવામાં આવતા નથી. પરંતુ ત્યાં સફાઇની જવાબદારી તે વેપારીઓની નક્કી કરાયેલી છે. થોડા દિવસ અગાઉ પડેલા વરસાદથી માર્કેટમાં પાણીના ખાબોચીયા ગંદકીનું ઘર બન્યા છે. પાણીના ખબોચીયામાં પશુઓના મળમૂત્ર અને કચરો ઠલવાતા ગંદકીનું સામ્રાજ્ય થયુ છે. જેના કારણે ખરીદી કરવા આવતા ગ્રાહકો ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠે છે. ગંદકીના કારણે મચ્છકોનો ઉપદ્રવ પણ વધ્યો હોવાથી નાગરીકોના સ્વાસ્થ્ય પર અસર થઇ શકે છે. તંત્ર દ્વારા કાદવ-કીચડને દૂર કરવામાં આવે તેવી આસાપાસના રહેવાસીઓએ માંગ કરી છે.

મનપાના સુત્રોના જણાવ્યા મુજબ સેકટર 24માં આવેલા શાકમાર્કેટને કાયદેસરની પરમીશન આપવામાં આવી નથી.પરંતુ તેમ છતાં શાકભાજી વહેંચતા લારી-ગલ્લાના વેપારીઓ ઉભા રહે છે. માર્કેટમાં શાકભાજી વેચતા વેપારીઓની સફાઇની જવાબદારી નક્કી કરવામાં આવી છે. ત્યાં સફાઇ રાખવા તથા કાદવ-કીચડની સફાઇ કરવા માટે તેમને સુચના આપવામાં આવશે. જો તેનું પાલન નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

થોડા દિવસથી મેઘરાજાના આગમનના પગલે નગરમાં ઘણા વિસ્તારોમાં પાણીના ખાબોચિયા ભરાઇ ગયા છે. જ્યાં સફાઇના અભાવે રીતસરનું ગંદકીનું સામ્રાજ્ય થઇ ગયું છે અને નાગરીકો પરેશાન થઇ રહ્યાં છે. તસવીર-ધાર્મિક ચૌહાણ

ખરીદીએ આવતા નાગરિકોને રૂમાલ રાખવો ફરજિયાત બન્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો