તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અડાલજ પાસે...

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અડાલજ પાસે...

પ્રાપ્તવિગતોનુંસાર ભાંભર સુરત રૂટની એસટી બસ નં જીજે 18 વાય 7820ને ડ્રાઇવર ભાવેશભાઇ જીણાભાઇ રાવળ તથા કંડકટર રાજેશભાઇ વણસોણા ભાંભર ડેપોથી લઇને નિકળ્યા હતા. રાત્રે 12.41 વાગ્યાનાં અરસામાં બસ અડાલજથી નિકળીને ચાંદખેડા તરફ જઇ રહી હતી. ત્યારે ઝુંડાલ કેનાલનાં બ્રિજ પર આગળ જઇ રહેલી 2 મોટર સાઇકલ તથા એક એક્ટીવા પર સવાર 6 શખ્સોએ બાઇક ધીમા કરીને આડા કરીને રોકાવી હતી. ડ્રાઇવર ભાવેશભાઇ કાંઇ સમજે તે પહેલા બે બાઇક સવારોએ ખાલી સાઇડ ફરીને બસની પ્રથમ બારીએથી જ્વલનશીલ પ્રવાહી ભરેલી સળગતી બોટલ બસમાં ફેકતા પ્રથમ સીટે બેઠેલા દાહોદનાં વતની મુસાફર ધુમાસીંગ વરસિંગ નિનામા (ઉ.વ. 45- રહે મોટી થરાદ, દાહોદ) આગમાં લપેટાયા હતા. હુમલાખોર તત્વો પેટ્રોલ બોમ્બ સમાન બોટલ ફેકીને નાસી ગયા હતા. જયારે બસનાં કંડકટર તથા મુસાફરોએ ધુમાસિંગે લાગેલી આગ ઓલવીને બોટલ સળગતી બોટલ બહાર ફેંકી દીધી હતી. ડ્રાઇવરે બસને ત્યાંથી પાછી વાળીને અડાલજ લાવી 108ને ફોન કરી દાઝેલા ધુમાસીંગને ગાંધીનગર સિવિલ મોકલીને પોલીસ પહેરા સાથે મુસાફરોને વૈષ્ણોદેવી સર્કલથી ગીતા મંદીર ડેપો પહોચાડ્યા હતા. જયાંથી બસને ફરી અડાલજ ડેપો લાવવામાં આવી હતી.

બનાવમાં બસનાં ડ્રાઇવર ભાવેશભાઇ રાવળે 6 અજાણ્યા હુમલાખોરો સામે આઇપીસી 329 (સ્વેચ્છા પુર્વક મહાવ્યથા કરવી), 436(નાશ કરવાનાં ઇરાદાથી આગ કે સ્ફોટક પદાર્થથી બગાડ કરવો), 341(ગેરકાયદે અવરોધ કરવો), 147(હુલ્લડ કરવુ), 149(કાયદાની વિરૂધ્ધ મંડળી રચવી ગુનો કરવો) હેઠળ ગુનો નોંધાવતા પીઆઇ કે કે પંડ્યાએ દિશામાં તપાસ હાથ ધરી છે.

મુસાફરોની સુરક્ષા અમારી પ્રાથમિકતા હતી : ડ્રાઇવર

એસટી બસનાં ડ્રાઇવર ભાવેશભાઇ સાથે ઘટના કઇ રીતે બની તે અંગે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે ઝુંડાલ કેનાલ પર બે બાઇક તથા 1 એક્ટીવા પર આગળ 6 શખ્સો જઇ રહ્યા હતા. તેમણે બસની આગળ બાઇક એકદમ ધીમા કરી રોકી દેતા મારે બસ રોકવી પડી. તેમાંથી એક યુવાન ઉતરીને મારી તરફ ચાલ્યો આટલામાં ખાલી સાઇડથી બે શખ્સોએ સળગતી કાચની બોટલ કેબીન પાસેની પ્રથમ સીટ પર ફેંકતા આગનો ભડકો થયો. મારૂ ધ્યાને તે તરફ ગયુ એટલામાં હુમલાખોર શખ્સો ફરાર થઇ ગયા. બનાવમાં એક મુસાફર દાઝતા અન્ય મુસાફરોએ મળી આગ ઓલવી સળગતી બોટલ બહાર ફેકી દીધી. મુસાફરોની સુરક્ષા પ્રથમ હોવાથી ત્યાંથી બસ પાછી લાવીને દાઝેલા મુસાફરને સારવાર માટે ખસેડી પોલીસને જાણ કરી મુસાફરોને ગીતા મંદીર પહોચાડ્યા.

બસમાં8 જેટલા મુસાફર હતા : ધુમસિંગ નિનામા-પિડીત

તોફાનીતત્વોનાં હુમલામાં દાઝેલા મુસાફર ધુમસિંગ સાથે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે બસમાં 7થી 8 મુસાફરો હતા. બોટલ બસમાં ફુટી હોત તો કદાચ હું જીવતો હોત કે નહી તે સવાલ છે. હુ રાધનપુરથી દાહોદ જવા બેઠો હતો. હું સુતો હતો ત્યારે અચાનક સળગતી બોટલ પડતા દાઝી જતા જાગી ગયો હતો. સાહેબ મારા ઘરે 5 સંતાનો તથા પત્નિ છે. ઘરમાં હું એક કમાનાર છું. મને કાંઇ થયુ હોત તો મારા પરીવારનું શું થાત. આમાં મારો શું દોષ હતો?

પીઆઇકે. કે. પંડ્યાએ જવાબો આપવાનું ટાળ્યું

મુસાફરોસાથેની બસ સળગાવવાનાં પ્રયાસની ઘટના અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. જેની તપાસ અડાલજ પોલીસ સ્ટેશનનાં પીઆઇ કે કે પંડ્યા દ્વારા હાથ ધરવામાં આવી છે. બુધવાર રાતની ઘટનામાં આરોપી અંગે પોલીસે એક પણ કડી મેળવી શકી નહોતી. જેના પગલે પીઆઇ કે કે પંડ્યાએ પત્રકારોનાં ફોન રીસીવ કરવાનું ટાળ્યુ હતુ.

અનુસંધાન પાના નં. 1 પરનું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો