તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ. 29માં ક્વાટર્સની સાઇટ રહીશો માટે માથાનો દુ:ખાવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | શહેરમાંસરકાર દ્વારા કેટેગરીના મકાનોને જમીન દોસ્ત કરી દેવાયા છે. તે જગ્યાએ સાત માળની બિલ્ડીંગ બનાવવામાં આવી રહી છે. સેક્ટર 29માં ચાલતી સાઇટ સ્થાનિક રહીશો માટે માથાના દુ:ખાવા સમાન બની ગઇ છે. માલ લઇને આવતા ડમ્પરો પુરપાટ ઝડપે હાંકવામા આવે છે. જ્યારે બિલ્ડીગ બનતી હોવાથી ધૂળ ઉડીને ઘરોમાં જઇને ઉડી રહી છે. ત્યારે સાઇટની ફરતે નેટ લગાવવામાં આવે તથા રોડ ઉપર ફરતા ડમ્પરોને લગામ લગાવવામાં આવે તેવી માંગ કરી છે.

સેક્ટર 29માં સાત માળની સરકારી બિલ્ડીંગ બનાવામા આવી રહી છે. કેટેગરીના બે માળના મકાનો તોડી પાડીને વધુ આવાસ નિર્માણ કરાઇ રહ્યા છે. કામગીરી છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહી છે. સાઇટની આજુબાજુમાં સરકારી વસાહત આવેલી છે. જેમાં સરકારી કર્મચારી પરિવાર વસવાટ કરી રહ્યો છે. કામગીરીને લઇને રહીશોના મકાનો ધૂળ ધૂળ થઇ જાય છે. ત્યારે કામગીરીને લઇને રોષ જોવા મળે છે. શરૂઆતમાં સાઇટની ફરતે પતરા લગાવાયા હતાં. પરંતુ કામગીરી આગળ વધતા તેને દુર કરાતા આજુબાજુના રહીશોને હાલાકી વેઠવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો