તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરમાં બે બસને આગચંપીનો પ્રયાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બસમાં પેટ્રોલ છાંટી સળગાવાનો પ્રયાસ : એક પકડાયો,પાંચ ફરાર

અડાલજ પાસે મુસાફરોથી ભરેલી STબસમાં સળગતી બોટલ ફેકાઇ


દલિતપેન્થર સમાજ દ્વારા બુધવારે આપવામાં આવેલા બંધનાં એલાનનાં દિવસે પોલીસની સતર્કતાનાં કારણે ગાંધીનગર શહેરમાં દિવસભર શાંતિ રહી હતી. પરંતુ રાત્રે 11 વાગ્યાનાં અરસામાં એસટી ડેપોમાં પાર્ક એક બસને કેટલાક તોફાની તત્વોએ આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે નાઇટ સિક્યુરીટી તથા ડેપો કર્મીનું ધ્યાન પડી જતા દોડી જઇને રેતી નાંખીને આગ ઓલવી નાંખી હતી. જયારે તોફાની તત્વોને પકડવાનો પ્રયાસ કરતા રોડ પાર કરવા જતા એક શખ્સ પડી જતા પકડાઇ ગયો હતો. જયારે 5 શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. અંગે ડેપો મેનેજરે ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર એસટી ડેપોમાં બુધવારની રાત્રે બનેલી ઘટનાની પ્રાપ્ત વિગતોનુંસાર ગાંધીનગર-અમદાવાદ રૂટમાં ચાલતી બસ નં જીજે 18 વાય 9140ને સાંજે ડેપોમાં ગેટ પાસેનાં અમદાવાદનાં પ્લેટફોર્મ સામે પાર્ક કરવામાં આવી હતી. જેની આસપાસ અન્ય 3 બસો પાર્ક હતી. ગુજરાતમાં અન્ય સ્થળો બસો સળગાવવાનાં બની રહેલા બનાવોને લઇને ડેપોનો સ્ટાફ પણ સજાગ હતો. દરમિયાન 5થી 6 યુવાનો સ્ટાફને ડેપોમાં બેઠેલા જોવા મળ્યા હતા. પરંતુ તેના તરફ શંકા ગઇ નહોતી. ડેપોમાં બસોની લોગબુક નિભાવતા કર્મચારી કિશોરભાઇ ચૌધરીનાં જણાવ્યાનુંસાર 11 વાગ્યાની આસપાસ હું પાણી પિવા ઉભો થતા અચાનક મારાથી 100 મીટર દુર પડેલી બસ પાસે આગનો ભડકો થતો જોયો. મે બુમ પાડતા સરદાર નામનો અમારો કર્મચારી શખ્સો પાછળ દોડ્યો અને હું અન્ય સ્ટાફ સાથે બસ પાસે દોડી ગયો. પાસે જતા બસનાં ડ્રાઇવર સાઇડનાં પાછળનાં ટાયરનાં ઝોટામાં પેટ્રોલ છાંટી આગ લગાવવા આવી હતી. આસપાસથી રેતી લાવીને આગને ઓલવીને બસને તાત્કાલીક વર્કશોપ પાસે લાવીને પાણીનો મારો ચલાવી સુરક્ષીત કરી હતી. જો કે ઘટનામાં બસને નુકશાન ખાસ નુકશાન થયુ નહોતું. ઘટનાની જાણ ડેપો મેનેજર કિર્તનભાઇ પટેલને કરવામાં આવતા દોડી આવ્યા હતા. જયારે જીજ્ઞેશ મહેન્દ્રભાઇ શાહ નામનો સરગાસણનો યુવાન ઝડપાઇ ગયો હતો. ડેપો મેનેજરે સેકટર 7 પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને જીજ્ઞેશની ધરપકડ કરી હતી. બનાવ અંગે ડેપો મેનેજર કિર્તનભાઇ પટેલે જીજ્ઞેશ તથા 5 અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે.

બુધવારની રાત્રે 11 વાગ્યાનાં અરસામાં ડેપોમાં ઘુસેલા 6 શખ્સોએ પાર્ક બસનાં ટાયર પર પેટ્રોલી છાંટી આગ લગાવી હતી. ડેપો કર્મચારીઓએ સળગતા ટાયર પર રેતીનો મારો ચલાવી આગ ઓલવી નાંખી હતી. તસવીર-કલ્પેશ ભટ્ટ

તોફાની તત્વો દ્વારા બસમાં ફેકવામાં બોટલમાં કયું પ્રવાહી હતુ તે પોલીસ પ્રાથમિક તપાસમાં ઓળખી શકી નહોતી. જેના પગલે ગાંધીનગર એફએસએલને જાણ કરવામાં આવતા અધિકારી જી પી દરબાર ઘટના સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ પરથી કાચની બોટલની કરચલીઓ તથા ઓઇલ જેવો પદાર્થ જોવા મળ્યો હતો. બંનેનાં નમુનાં એફએલસ દ્વારા લઇને દિશામાં તપાસ આદરવામાં આવી છે. એફએસએલ અધિકારી જી પી દરબારનાં જણાવ્યાનુંસાર બોટલમાં શુ પ્રવાહી હતુ તે જાણી શકાયુ નથી. પરંતુ પેટ્રોલ હોવાનું કહી શકાય.

મુસાફરો સાથે બસ સળગાવવાની ઘટના ગંભીર

ગુજરાતમાંદલિત યુવાનો પર અત્યાચાર વિરોધમાં ચાલી રહેલા દેખાવો દરમિયાન ઘણા સ્થળો પર બસો સળગાવવાની ઘટનાઓ સામે આવી છે. પરંતુ આવી ઘટનાઓમાં પ્રદર્શનકારીઓ દ્વારા મુસાફરોને બસમાંથી ઉતારી દઇને આગચંપી કરવામાં આવી હતી. પરંતુ અડાલજ પાસેનાં બનાવમાં તોફાની તત્વોએ મુસાફરો સાથેની બસ સળગાવવાનો પ્રયાસ કર્યો તે ગંભીર બાબત છે. જો બોટલ તુટી હોત અને આગ ઝડપથી પ્રસરી હોત તો 8 મુસાફરો મહામુસીબતમાં મુકાયા હોત.

બસ પર ફેંકાયેલી બોટલમાં કયુ પ્રવાહી હતુ ? એફએસએલની મદદ લેવાઇસ્ટાફને ચાર દિવસથી સાવધાન કરી દેવાયો હતો

ગાંધીનગરડેપો મેનેજર કિર્તનભાઇ પટેલ સાથે બાબતે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે રાજયમાં સામે આવી રહેલી તોફાની ઘટનાઓને લઇને 4 દિવસ પહેલા સિક્યુરીટી તથા સ્ટાફને સજાગ કરી દેવાયો હતો. તેમની સજાગતાનાં દુર્ધટનાં બનતી અટકી છે. બસ બસમાં આગ લાગી હોત તો આસપાસ પડેલી અન્ય બસોમાં પણ નુકશાન થવાની શકયતા હતા.

તમામઆરોપીઓ સામે કાર્યવાહી થશે

સેકટર7 પોલીસ સ્ટેશનનાં પીઆઇ ડી ડી સોઢા સાથે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે હાલ જીજ્ઞેશની પુછપરછ ચાલી રહી છે. બુધવારે દિવસ દરમિયાન પણ પોલીસે સઘન પેટ્રોલીંગ રાખ્યુ હતુ. રાત્રે ઘટના બાદ ડેપો પર પીસીઆર સાથે જવાનોને ગોઠવી દેવાયા હતા.

અડાલજ પાસેથી ગુરૂવારની પુર્વ રાત્રે 12.42 કલાકે પસાર થઇ રહેલા એસટી બસને ઝુંડાલ બ્રિજ પર 6 શખ્સો દ્વારા રોકીને જ્વલનશીલ પ્રવાહીની બોટલ ફેકી સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં દાહોદનાં મુસાફર ગંભીર રીતે દાઝી ગયા હતા. તસ્વીર: કલ્પેશ ભટ્ટ

ગાંધીનગર એસટી ડેપોનાં કર્મચારીઓએ રેતીથી આગ બુઝાવતા દુર્ઘટના ટળી

ભાંભર- સુરત રૂટની બસને રાત્રે 12.42 વાગ્યે બાઇક આડા પાડી અટકાવી દેવાઇ

બુધવારે મોડીરાત્રે શખ્સોએ નર્મદાબ્રિજ પરથી જતી બસને રોકી: ગાંધીનગર એસટી ડેપોમાં પાર્ક બસને શખ્સે નિશાન બાનાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો