તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાંકની કંપનીના 40 મજૂરોને ફૂડ પોઇઝનિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
8 ટીમ કામે લાગી, 2 ફુડ સેમ્પલ તથા સ્ટૂલ સેમ્પલ લીધા બાદ તપાસ

કેન્ટીન સંચાલક પાસેથી દંડની વસૂલી, લાઇસન્સ પણ નથી

જિલ્લાઆરોગ્ય વિભાગનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર સોમવારે કડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઝાડા ઉલ્ટીનાં કેસો સામે આવવા લાગતા સમગ્ર ઘટનાની જાણ થઇ હતી. તપાસ કરતા દર્દીઓ ઝાંક-કડાદરા માર્ગ પર પર આવેલી યુની ડેકોર નામની કંપનીમાં કામ કરતા મજુરો હોવાનું જણાવા મળ્યુ હતુ. જયાં વધારે તપાસ કરવામાં આવતા કુલ 40 લોકોને ફુડ પોઇઝનીંગ થયાનું સામે આવ્યુ હતુ. જેમાં 32 જણાને નરોડાની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઝાડા-ઉલ્ટી થવા પાછળનું કારણ જાણવા દર્દીઓએ શું ખાધુ હતુ તે અંગે તપાસ કરતા કંપનીમાં આવેલી કેન્ટીનમાંથી દાળ-ભાત ખાધા હોવાનું જાણવા મળ્યુ હતુ. દિશામાં વધુ તપાસ કરતા મજુરોને પીરસવામાં આવેલા દાળ-ભાત વાસી હોવા છતા ખવડાવ્યાની ખબર પડી હતી. જેના પગલે તાત્કાલીક ધોરણે કેન્ટીનને બંધ કરાવવામાં આવી હતી. ઝાડા ઉલ્ટીનો શિકાર બનેલા 40 દર્દીઓમાંથી 8ને કડાદરા ઓપીડી સારવાર આપીને રજુ આપી દેવાઇ હતી. જયારે ખાનગી હોસ્પીટલ દ્વારા પણ સારવાર બાદ રજા આપી દેવાઇ હતી અને તમામ દર્દીઓનાં સ્ટુલ સેમ્પલ મોકલાવવામાં આવ્યા હતા.

ઝાડા ઉલ્ટીનો શિકાર બનેલા 8ને કડાદરા સારવાર અપાઈ.

આરોગ્યનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર કેન્ટીનની બેદરકારી સામે આવ્યા બાદ તાત્કાલીક ધોરણ બંધ કરાવીને રૂ. 1000નો દંડ વસુલવામાં આવ્યો હતો. જયારે કેન્ટીન ચલાવવા અંગેનું લાઇસન્સ માંગવામાં આવતા લાઇસન્સ પણ હોવાનું સામે આવ્યુ હતુ.

ડીઇસીઓનાં જણાવ્યાનુંસાર સોમવારની પુર્વ રાત્રે કેસો સામે આવ્યા બાદ 8 ટીમોને કામે લગાડાઇ હતી. જેમાં બે તબીબો, તાલુકા આરોગ્ય અધિકારી, ઇએમઓ તથા ફુડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ પણ દોડી આવી હતી. કેન્ટીન પરથી બે ફુડ સેમ્પલ તથા 1 સ્ટુલ સેમ્પલ તેમજ વોટર સેમ્પલ લેવામાં આવ્યા છે.

પોઇન્ટશોર્ટ ફૂડ પોઇઝનિંગ હતુ, નવા કેસો નથી : તંત્ર દ્વારા કરાયોલો ખુુલાસો

^ગાંધીનગરજિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો યોગીતા તુલસીયન સાથે મુદ્દે વાત કરતા જણાવ્યુ હતુ કે દાળ-ભાતનાં કારણે સમસ્યા સર્જાઇ હતી. લાંબો રોગચાળો નથી પણ પોઇન્ટ શોર્ટ ફુડ પોઇઝનીંગ હોવાથી તમામ કેસોમાં સારવાર કરી દેવાઇ છે. જયારે સોમવારે સાંજ પછી નવો કોઇ કેસ મળ્યો નથી. > રોગચાળાનિયંત્રણ અધિકારી

કેન્ટીને પીરસેલા વાસી દાળ-ભાત જવાબદાર : આરોગ્ય તંત્રની ટીમો કામે લાગી : તંત્રમાં ભારે દોડધામ

અન્ય સમાચારો પણ છે...