તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • પિતા પુત્રી ગુમ પ્રકરણમાં હાઇકોર્ટમાં હેબીયસ કોપર્સ : તપાસનો રિપોર્ટ માંગ્યો

પિતા-પુત્રી ગુમ પ્રકરણમાં હાઇકોર્ટમાં હેબીયસ કોપર્સ : તપાસનો રિપોર્ટ માંગ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરોડાનાંરહેવાસી અમરતભાઇ પરમાર તથા તેમની પુત્રી સરોજબેન 20મી જુને ગાંધીનગરમાં બહેનપણીનાં ઘરે પૈસા લેવા આવ્યા બાદ 22મી જુનથી લાપતા બન્યા હતા. અમરતભાઇનાં પુત્ર સુરેશભાઇએ જે અંગે સેકટર 7 પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધાયા બાદ પોલીસ આજદીન સુધી બંનેને શોધી શકી નથી. ત્યારે બંનેને શોધવા સુરેશ દ્વારા હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ પીટીશન દાખલ કરવામાં આવતા કોર્ટ દ્વારા પોલીસ પાસેથી રીપોર્ટ માંગવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા યોગ્ય તપાસ થઇ હોવાનો રીપોર્ટ રજુ કરવામાં આવ્યો છે.

અમરતભાઇ પરમારનાં પુત્રી સરોજબેન દ્વારા ગાંધીનગર સેકરટ 4માં રહેતા તેમનાં બહેનપણી રેખાબેનને રૂ. 17 લાખ આપવામાં આવ્યા હતા. સરોજબેન 20મી જુને નરોડા પિતાનાં ઘરે પુત્રીને પૈસા લેવા ગાંધીનગર જતા હોવાનું કહીને પિતા સાથે નિકળ્યા બાદ 22મી જુનથી તેમનો ફોન બંધ થઇ ગયો હતો. સુરેશભાઇ દ્વારા બંનેનાં ગુમ થવા અંગે જાણવા જોગ નોંધાવાયા બાદ પોલીસ દ્રારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ બંનેનો કોઇ પતો નથી. પોલીસ બે માસ સુધી શોધી શકતા સુરેશભાઇ દ્વારા ગત માસનાં અંગે હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ પીટીશન દાખલ કરી હતી. જેના પગલે પોલીસ દ્વારા કેસમાં શું તપાસ કરવામાં આવી તે અંગે હાઇકોર્ટે જવાબ માંગતા તપાસ અધિકારી સેકટર 7 પોલીસ સ્ટેશનનાં પીઆઇ ડી ડી સોઢાએ જવાબ રજુ કર્યો હતો. જેમાં મોબાઇલ બંધ છે તથા ટ્રેસીંગ પર મુકેલ છે, આસપાસનાં સીસીટીવી ફુટેજ તપાસમાં કશુ મળ્યુ નથી.

નરોડાનાં પિતા-પુત્રી 22મી જુને ગાંધીનગરથી ગુમ થયા હતા

અન્ય સમાચારો પણ છે...