તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • શહેરમાં આવાસનું ભાડું નહીં ભરનારા કર્મચારીની યાદી ઓનલાઇન મૂકાશે

શહેરમાં આવાસનું ભાડું નહીં ભરનારા કર્મચારીની યાદી ઓનલાઇન મૂકાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગરમાં સરકારી અધિકારી-કર્મચારીઓને રહેણાંક હેતુ માટે ફાળવવામાં આવતા જુદી જુદી કક્ષાના આવાસની પ્રતિક્ષા યાદીને ઓનલાઇન કરી દેવામાં આવ્યા પછી પાટનગર યોજના વિભાગના અધિકારીઓ દ્વારા સરકારી આવાસમાં રહેતા કે રહી ચૂકેલા અને ભાડાની રકમ નહીં ભરતા બાકીદારોનાં નામની યાદી પણ ઓનલાઇન મૂકવાની વિચારણ શરૂ કરી છે. બાકીદારોની યાદી ઓનલાઇન થવાથી તે વાત કર્મચારી આલમમાં ચર્ચાનો વિષય બનશે. પરિણામે સમસ્યાને ઘણે અંશે નિવારી શકાશે.

સરકારી આવાસની ફાળવણી કરવામાં અને ભાડાની વસૂલાત કરવાની કામગીરીમાં ભૂતકાળમાં થયેલા વ્યાપક ગોટાળા અને તેના પરિણામે પાટનગર યોજના વિભાગની વગોવણી થવાના પગલે સંબંધિ સમગ્ર પ્રક્રિયામાં આમુલ પરિવર્તન લાવવા માટે મંત્રી કક્ષાએથી પણ તાકીદ કરવામાં આવી હતી. આમ છતાં મુદ્દો લાંબા સમય સુધી કાગળ પર રહ્યાં પછી તત્કાલીન મુખ્ય ઇજનેર એમ બી ભલાલાના સમયમાં તેને ગંભીર ગણીને સમગ્ર પ્રક્રિયાનું કોમ્પ્યુટિકરણ કરવાનો નિર્ણય લેવાયો હતો અને સોફ્ટવેર નિષ્ણાતો સાથે બેઠકો યોજીને તેમને કામગીરી સમજાવાયા બાદ સોફ્ટવેર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

વિભાગના ઇજનેરી સુત્રોનાં જણાવવા પ્રમાણે સોફ્ટવેરના પરિક્ષણના પરિણામ હકારાત્મક મળવાના પગલે કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત શાખાઓનાં કર્મચારીઓને કોમ્પ્યુટર સોફ્ટવેર સંબંધિ તાલીમ આપી દેવામાં આવી છે. શરૂઆતના તબક્કે સરકારી આવાસની પ્રતિક્ષા યાદીને ઓનલાઇન કરવામાં આવ્યા પછી હવે આવાસની ફાળવણી અને ભાડા વસૂલાતની કામગીરીનું પણ કોમ્પ્યુટિકરણ કરાશે. સૌથી સારી વાત બની છે કે પ્રતિક્ષા યાદી ઓનલાઇન થવાના કારણે પાટનગર યોજના વિભાગનાં મુખ્ય મથક અને સેક્ટરની ઇન્કવાયરી કચેરી પર જઇને આવાસ ખાલી પડ્યાની માહિતી મેળવવાની દોડા દોડથી મુક્તિ મળી જશે.

આવાસની ફાળવણીનું કોમ્પ્યુટિકરણ કરાશે

અન્ય સમાચારો પણ છે...