તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનપામાં ડેન્ગ્યુના બે કેસ:130 ઘરોમાંથી પોરા મળી આવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાપાલિકાવિસ્તારમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના વાવર સામે શરૂ કરાયેલી ઝુંબેશના 3જા દિવસે કરવામાં આવેલી તપાસ દરમિયાન એક મહિલા અને એક પુરુષ એમ ડેન્ગ્યુના બે કેસ મળી આવ્યા હતાં. તથા તાવના 46 દર્દી મળી આવતાં તેમના બ્લડ સેમ્પલ લઇને ચકાસણી માટે પ્રયોગશાળામાં મોકલાયા હતાં.

મચ્છરજન્ય રોગચાળા સામે અગમચેતી માટે નવેસરથી શરૂ કરાયેલી પોરા નાશ માટેની કામગીરી દરમિયાન બુધવારે શહેરમાં 8,585 ઘર પર કર્મચારીઓને પહોંચાડીને 16,000થી વધુ પાણીના પાત્ર તપાસવામાં આવ્યા તે દરમિયાન 130 સ્થળેથી મચ્છરનાં પોરા મળી આવતાં તેનો નાશ કરવાની સાથે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યાનું બાયોલોજીસ્ટ પટેલે જણાવ્યુ હતું.

દરમિયાન 11 શાળાઓમાં મચ્છરનાશક કામગીરી કરવામાં આવી હતી. મહાપાલિકા વિસ્તારમાં ડેન્ગ્યુના નવા બે દર્દી મળી આવવા સંબંધે અધિકારી સુત્રોએ જણાવ્યુ હતું કે સેક્ટર 7ની 35 વર્ષિય મહિલા અને ઇન્દ્રોડામાં રહેતા 30 વર્ષિય યુવાનના બ્લડ સેમ્પલ લેવાયા બાદ સરકારી પ્રયોગશાળા તરફથી બન્નેના રિપોર્ટ પોઝિટીવ હોવાનું જણાવવામાં આવતાં બન્ને દર્દીની ઘનિષ્ઠ સારવાર શરૂ કરવામાં આવી છે.

ડેન્ગ્યુ -મેલેરિયાના વાવર સામે ત્રીજા દિવસે ઝુંબેશ

તાવના 46 દર્દી મળતા બ્લડ સેમ્પલ લેવાયા

અન્ય સમાચારો પણ છે...