તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સિવિલમાં ભોપાળંુ: HIV દર્દીનો બ્લડ રીપોર્ટ નેગેટિવ આપી દીધો!

સિવિલમાં ભોપાળંુ: HIV દર્દીનો બ્લડ રીપોર્ટ નેગેટિવ આપી દીધો!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરસિવિલમાં લેબોરેટરીની કામગીરીએ અનેક દર્દીઓની મુશ્કેલી ઉભી કરી છે. વારંવાર રીપોર્ટ ખોવાઇ જવા, રીપોર્ટ ખોટો આવવો એક પરંપરા બની ગઇ છે. ત્યારે સિવિલમાં સારવાર લેવા આવેલા એચઆઇવી પોઝેટીવ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા દર્દી સહિતના કર્મચારીઓ ચોકી ઉઠ્યા હતાં. લેબના કર્મચારીને આવે કેમ બન્યુ પૂછતા કહ્યું કે ટ્રે બદલાઇ ગઇ હશે તેવો ઉડાઉ જવાબ આપી દીધો હતો.

એચઆઇવી પોઝેટીવ દર્દીની તબિયત ખરાબ થતા સારવાર માટે દાખલ કરાયો હતો. જ્યાથી બ્લડ સેમ્પલ લઇને લેબોરેટીમાં મોકલી આપ્યા હતાં. જ્યાંથી એચઆઇવી દર્દી પોઝેટીવ હોવા છતા તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ત્યારે ખુદ સિવિલનો સ્ટાફ પણ અચંબિત થઇ ગયો હતો. સુત્રોએ કહ્યું કે એચઆઇવી પોઝેટીવ દર્દીના સેમ્પલ લેવાના હોતા નથી. પરંતુ ઇન્ડોર વોર્ડના સ્ટાફને ખ્યાલ આવે તો તમામ સારવારમાં સમસ્યા સર્જાય માટે તમામ રીપોર્ટ કરવા સેમ્પલ લેબોરેટરીમાં મોકલી અપાય છે.

લેબના કર્મચારી સાથે બાબતે સત્તાધિશ દ્વારા વાત કરાઇ હતી. ત્યારે એકદમ ઉડાઉ જવાબ આપી દેવાયો હતો. કહ્યું કે ટ્રે બદલાઇ ગઇ હોય તો આવુ બની શકે છે. અન્યથા આવુ ના બની શકે. જો એચઆઇવી પોઝેટીવ દર્દીના રીપોર્ટ નેગેટીવ આવતા હોય તો સારા દર્દીના રીપોર્ટ કેવા આવતા હશે ?

તપાસ કરીને કાર્યવાહી કરાશે : સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ

એચઆઇવીદર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા સિવિલના કર્મચારીઓ ચોકી ગયા હતા. બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. બિપિન નાયક સાથે વાત કરતા કહ્યું કે મારા ધ્યાને વાત આવી નથી. પરંતુ બાબતે ચોક્કી તપાસ કરવામાં આવશે અને બેદરકારી રાખનારની સામે કાર્યવાહી કરાશે.

લેબના કર્મચારીનો ઉડાઉ જવાબ: ‘ટ્રે બદલાઇ ગઇ હશે, તો આવુ બની શકે’: સિવિલનો સ્ટાફ પણ અચંબિત થઇ ગયો

અન્ય સમાચારો પણ છે...