તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં દબાણો હટાવવામાં તંત્રની નિરસતા

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં દબાણો હટાવવામાં તંત્રની નિરસતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લાના ચારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી દબાણ હટાવવાની ઠોસ કામગીરી થઈ નથી. દબાણો હટાવવા માટે જિલ્લા પંચાયતમાં દબાણ સેલ અને ચારે તાલુકા કચેરીમાં દબાણ શાખા હોવા છતાં કોઈ કામગીરી થતી નથી. પરિણામે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગામતળ અને ગૌચર જમીન પર ૧૦થી ૧૨ હજાર જેટલા દબાણો થઈ ગયા છે. દબાણો દુર કરવામાં તંત્ર નિષ્ક્રીય રહ્યાં હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ત્યારે કલેક્ટર સતિષ પટેલે કહ્યું કે દબાણની સ્થિતિ ચલાવી લેવાશે નહીં અને બનતી ત્વરાએ કામગીરી હાથ પર લેવાશે.

ગાંધીનગર જિલ્લાના ચારે તાલુકાના ગામોમાં હજારોની સંખ્યામાં દબાણો થઈ ગયા છે. દબાણો હટાવવા માટે અવારનવાર રજુઆતો પણ કરવામાં આવે છે. પરંતુ કોઈ કામગીરી થતી નથી. ગાંધીનગર જિલ્લાના ચારે તાલુકાના આંકડા અનુસાર ગૌચર જમીનમાં આશરે ચાર હજાર જેટલા દબાણો અને ગામતળમાં સાતથી આઠ હજાર જેટલા દબાણો થઈ ગયા છે. સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર જિલ્લાના ચારે તાલુકાના ગામોમાં ગૌચર અને ગામતળના અંદાજે ૧૦હજારથી ૧૨ હજાર જેટલા દબાણો છે. આટલી મોટી સંખ્યામાં દબાણો હોવા છતાં તંત્ર મુંગા મોઢે તમાશો જોઈ રહ્યું છે. દબાણો હટાવવાની કામગીરી છેલ્લા લાંબા સમયથી થઈ નથી.

ગાંધીનગર તાલુકામાં રાજકીય દરમિયાનગીરીના કારણે ગેરકાયદે દબાણો તોડવામાં તંત્રને સફળતા મળતી નથી તે વાત પણ જગજાહેર છે. હવે નવરાત્રી અને ત્યારબાદ દિવાળીના તહેવારો માથે આવતાં હોવાથી હજી પણ એક-બે મહિ‌ના સુધી દબાણો હટાવવામાં આવશે નહી. દબાણ હટાવની કામગીરી કોના પર છોડવામાં આવશે હવે તે પ્રશ્ર થઇ પડ્યો છે.

ગામડાઓમાં થયેલા કુલ દબાણોમાં સૌથી વધુ ગાંધીનગર તાલુકામાં

દબાણો તોડવામાં રાજકીય દરમિયાનગીરી

જિલ્લાના ચારે તાલુકામાં જેટલા દબાણો છે તેના પ૦ ટકા દબાણો માત્ર ગાંધીનગર તાલુકામાં છે. બાકીના દબાણો અન્ય ત્રણ તાલુકાઓમાં છે. ગાંધીનગર તાલુકામાં રાજકીય દરમિયાનગીરીના કારણે ગેરકાયદે દબાણો તોડવામાં તંત્રને સફળતા મળતી નથી તે વાત પણ જગજાહેર છે.

અનેકવિધબહાના તંત્રને મળી જાય છે

ગ્રામ્યવિસ્તારોમાં દબાણો હટાવવા માટે જિલ્લા પંચાયત અને ચારે તાલુકામાં આવેલી પંચાયત કચેરીમાં દબાણ શાખાનો પુરતો સ્ટાફ ઉપલબ્ધ છે. તેમ છતાં ચૂંટણી આચારસંહિતા, ચોમાસુ, પેટા ચૂંટણી કે સરકારી ઉત્સવોનાં બહાના આગળ ધરીને દબાણો હટાવવામાં નિષ્કાળજી રાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...