તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • અમરણાંત ઉપવાસની મંજૂરી લેવા ગયેલા કર્મચારી નેતાની અટકાયત

અમરણાંત ઉપવાસની મંજૂરી લેવા ગયેલા કર્મચારી નેતાની અટકાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોન્ટ્રક્ટ અને ફીક્સ પગાર સંઘર્ષ સમિતિ દ્વારા ગાંધી જયંતિના દિવસે શહેરના સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ અને સભાને લઇને સેક્ટર 7 પોલીસ મથકમા મંજુરી માંગવામાં આવી હતી. પરંતુ મંજુરી માગવા ગયેલા કર્મચારી નેતાએ અમરણાંત ઉપવાસની મંજુરી માગતા રદ કરીને હાંતિ અને સુલેહ ભંગની ફરિયાદ કરતા અટકાયત કરાઇ હતી. જેને મોડી સાંજે મામલતદાર સામે જામીન માટે લઇ જવાયો હતો.

મળતી માહિતી મુજબ રાજ્ય સરકારની ફીક્સ પગાર નીતિની સામે કેટલાય કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે અનેક સંગઠનો દ્વારા આંદોલન કરાય છે. ત્યારે આગામી 2જી ઓક્ટોબર ગાંધીજયંતિના દિવસે અમરણાંત ઉપવાસ અને સભાની મંજુરી માગવામાં આવી હતી. કોન્ટ્રક્ટ અને ફીક્સ પગાર સંઘર્ષ સમિતિના પ્રમુખ રજનીકાંત પૂનમચંદ સોલંકી બુધવારે સેક્ટર 7 પોલીસ મથકમાં મંજુરી લેવા ગયા હતાં. ત્યારે પ્રમુખે કહ્યું કે તમે મંજુરી નહીં આપો તો પણ હુ મારા અમણાંત ઉપવાસ કરીશ ત્યારે પોલીસે 107/151 કલમ મુજબ તેની અટકાયત કરી હતી.

સેક્ટર 7 પોલીસ સ્ટેશનના પીઆઇ ડીડી સોઢાએ કહ્યું કે માનવતાની રીતે કોઇ વ્યક્તિઋ અમણાંત ઉપવાસ પર બેસતો હોય છે ત્યારે તેને મંજુરી આપવામાં આવતી નથી. મોડી સાંજે મામલતદાર પાસે જામીન માટે લઇ જવાયા હતાં. રજનીકાંત સોલંકીએ કહ્યું કે મને જેલમાં નાખવો હોય તો પણ નાખી દે. મે કોઇ ગુનો કર્યો નથી ત્યારે હુ જામીન લેવાનો નથી. સેન્ટ્રલ જેલમાં મોકલી આપશે તો પણ હુ અન્નનો એકપણ દાણો મોઢામાં નાખીશ નહીં અને જેલમાં પણ મારા ઉપવાસ કરીશ.

સરકારની ફીક્સ પગારની નીતિ સામે રોષ

ફીક્સ પગાર સંઘર્ષ સમિતિના પ્રમુખ સામે પગલાં

અન્ય સમાચારો પણ છે...