તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સેક્ટર 22નાં જૈન દેરાસર ખાતે ‘સ્વર્ગારોહણ’ દિવસની ઉજવણી કરાશે

સેક્ટર 22નાં જૈન દેરાસર ખાતે ‘સ્વર્ગારોહણ’ દિવસની ઉજવણી કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર :ગાંધીનગરના સેકટર 22ના જૈન દેરાસરમાં ચાતુર્માસ અર્થે બિરાજતા જૈનાચાર્ય નરરત્ન સૂરીશ્વરજીની નિશ્રામાં તા. 29મીના સવારે 9 વાગે વલાદ ગામના પનોતા પુત્ર સિદ્ધેશ્વર સૂરીશ્વરજી મહારાજના 56માં ‘સ્વર્ગારોહણ’ દિવસની ઉજવણી કરવામાં આવશે. ઉપરાંત સ્વર્ગસ્થ જૈનાચાર્યને સ્મરણાંજલી અર્પણ કરી ગુણાનુવાદ કરવાનું આયોજન કરાયુ છે. સમાજના દિપકભાઇ શાહે જણાવ્યુ હતું કે અવસરના ઉપલક્ષમાં અમદાવાદના શાશ્વત નમો નમ: પરિવારના યુવાનો દ્વારા સમગ્ર અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી સારા જુના વાસણો એકત્ર કરવામાં આવ્યા છે. ઉપરાંત આશરે 25 હજાર કિલોથી વધુ માત્રામાં વસ્ત્રો ગામડાના જરૂરીયાતમંદ લોકોને નિ:શુલ્ક સન્માન ભેટ અર્પણ કરવામાં આવનાર છે. સિદ્ધેશ્વરજી મહારાજ સમગ્ર જૈન જગતમાં ‘બાપજી’ મહારાજના હુલામણા નામથી પ્રખ્યાત છે. તેઓ જીવદયાના ચાહક હતા. જીવમાત્રના દુ:ખને જોઇ દ્રવી ઉઠતા હતાં. તેમના ગુણોને અનુલક્ષીને દુ:ખીજનોની મદદ કરવાનું શુભ કાર્ય તેમના અનુયાયીઓ દ્વારા પ્રારંભ કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...