તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ફ્યુચર ફેશન: નોરતામાં એમ્બ્રોઇડરીની ચણીયા ચોળીનું સ્થાન પ્રિન્ટેડ ચોળી લેશે

ફ્યુચર ફેશન: નોરતામાં એમ્બ્રોઇડરીની ચણીયા ચોળીનું સ્થાન પ્રિન્ટેડ ચોળી લેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવલીનવરાત્રીમાં પરંપરાગત ટ્રેડિશનલ ચણીયા ચોળી પહેરવામાં ઘણો સમય લાગે છે. ત્યારે ગાંધીનગરના એનઆઇએફટીના સ્ટુડન્ટ્સે ગુજરાતી ચણીયા ચોળીથી હટકે વિચારીને કમ્ફર્ટેબલ વેર તૈયાર કર્યા છે. ચણિયા ચોળીમાં ભરતવર્ક અને એમ્બ્રોઇડરી વર્ક સાથે વિવિધ વર્કના કારણે તેનું વજન ભારે થઇ જાય છે. જેથી ગરબે રમાવામાં મુશ્કેલી પડે છે. જેને હળવુ કરવા સ્ટુડન્ટ્સે વેસ્ટર્ન ફેશનેબલ લેટેસ્ટ સ્ટાઇલની ડિઝાઇનના વેર તૈયારી કરીને જુદી જુદી ડિઝાઇન બનાવી છે.

મોર્ડન યુગમાં આકર્ષક દેખાય તેવા વસ્ત્રો તૈયાર કરનાર એનઆઇએફટીની સ્ટુડન્ટ્સ શિખા જાનગ્રા, શિતલ સાહની, આયુષી ઉનીયલ અને પ્રિયંકા નાયકે ટ્રેડિશનલ વસ્ત્રોથી અલગ વિચારીને ડીફ્રન્ટ ટાઇપના વસ્ત્રો તૈયારી કર્યા છે. ધોતી પેન્ટ, શર્ટ ટોપ, ક્રોપ ડોપ, શર્ટ-બ્રાઉસીસ સહિતના વેસ્ટર્ન લુક આપે તેવા વસ્ત્રો તૈયાર કર્યા છે. જે નવરાત્રીમાં ખેલૈયાઓ માટે કમ્ફર્ટેબલ વસ્ત્રો સાબિત થશે. નવરાત્રીમાં યુવતીઓ હળવા વસ્ત્રોમાં સજ્જ બનીને રોલો’ પાડવા તૈયાર થઇ છે. જેમાં આજના સમયમાં મોર્ડન વસ્ત્રો પરંપરાગત ગુજરાતી ચણીયા ચોળી જેવા વજનદાર વસ્ત્રોનું સ્થાન લઇ રહ્યા છે. મોર્ડન વસ્ત્રોની સાથે ટ્રેડિશનલ જ્વેલરી વર્ષે ધૂમ મચાવશે.

મોર્ડન વસ્ત્રો બનાવનાર સ્ટુડન્ટ્સ પ્રિયંકા નાયકે જણાવ્યુ હતું કે નવરાત્રીના સમયે છોકરીઓ ચણીયા ચોળી પહેરે છે. જે ચણીયા ચોળી બહુ વજનદાર હોય છે. જેથી ગરબા રમવામાં મુશ્કેલ ઉભી થાય છે. મોર્ડન વેરમાં નવરાત્રીની સાથે સાથે નવરાત્રી બાદ પણ વસ્ત્રો પાર્ટીમાં પહેરી શકાય છે. તેની સાથે ટ્રેડિશનલ જ્વેલરી પણ ડિઝાઇન કરી છે. જેમાં રીંગ, ઝુમકા, નેકલેશ અને નટ સહિતની જ્વેલરી પણ બનાવાઇ છે.

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીની 4 સ્ટુડન્ટ્સે નવરાત્રી માટે નવા મોર્ડન વસ્ત્રો તૈયાર કર્યા છે. મોર્ડન વસ્ત્રો સાથે ટ્રેડિશનલ જ્વેલરી પણ નવરાત્રીમાં યુવતિઓનો ‘રોલો’ પાડશે.

NIFTના ચાર સ્ટુડન્ટ્સે નવરાત્રી માટે સ્પેશ્યલ વેસ્ટર્ન લૂક તૈયાર કર્યો

અન્ય સમાચારો પણ છે...