તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંતિયામાં શ્વાનને ગ્રામજનોએ આપી શ્રદ્ધાંજલિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણેપાલતુ પ્રાણીમાં કુતરાને પ્રથમ પ્રાધાન્ય આપીએ છે. કારણ કે તે વિશ્વાસુ પ્રાણી છે. આજે એવા શ્વાનની વાત કરીશું કે જે જન્મથી ગામના લોકોનું માનીતું બન્યું હતું. તેને ગામના લોકોએ ‘કાલુ’ નામ આપ્યું હતું. ગાંધીનગર જિલ્લાના મોટા ચિલોડા પાસેના પ્રાંતિયા ગામે જન્મેલા કાલુ નામના કુતરાનું ઉંમરના કારણે મૃત્યુ થતાં ગામ લોકોએ તેની માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. તેની આત્માની શાંતિ માટે ગામના લેઉઆ પટેલ સમાજના આગેવાનોએ ભજન સંધ્યાનું આયોજન કર્યુ હતું.

ગામના પ્રતિક પટેલે જણાવ્યુ હતું કે ‘કાલુ’ દરેકનું લાડકવાયું શ્વાન હતું. સૌની સાથે તે રમતું અને ગામના લોકોની લાગણી તેની સાથે જોડાઇ ગઇ હતી. સૌની સાથે બેસી દરેકના ઘરમાં પ્રેમ ભોજન પણ લેતું હતું.

અન્ય સમાચારો પણ છે...