તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • જિલ્લામાં રોગચાળા સામે જાગૃતિ ઝુંબેશ: તાવના વધુ 386 દર્દી મળ્યાં

જિલ્લામાં રોગચાળા સામે જાગૃતિ ઝુંબેશ: તાવના વધુ 386 દર્દી મળ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદશહેરમાં બેકાબુ બની રહેલો ડેન્ગ્યૂ સહિતનો રોગચાળો હવે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પગપેસારો કરી રહ્યો છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળાને પ્રસરતો ડામી દેવા માટે જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેના ત્રીજા દિવસે બુધવારે અનેક ગામમાં હાથ ધરાયેલા સર્વે દરમિયાન વિવિધ પ્રકારનો તાવ ધરાવતાં 386 દર્દી મળી આવ્યા હતાં. તે તમામ દર્દીના લોહીના નમુના લઇને લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા.

જો કે તેમ છતાં ડેન્ગ્યૂ સહિત વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધારો થઇ રહ્યો છે. ખાનગી તબીબોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો શરૂ થઇ રહ્યો છે. જો કે રાજ્ય સરકારની સૂચના હોવાથી રોગચાળાના સાચા આંકડા છૂપાવવામાં આવતા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. શહેર અને જિલ્લામાં ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયા સહિતના રોગચાળાને ઉગતો ડામવા માટે જિલ્લામાં 26મીથી મચ્છર નાબુદી ઝંબેશ શરૂ કરવામાં આવી છે. તેના ત્રીજા દિવસે 32,523 મકાનનો સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં 1,59,554ની વસ્તીને આવરી લેવામાં આવી હતી. તે દરમિયન 1411 સ્થળેથી મચ્છરોના પોરા મળી આવ્યા હતાં. તેનો નાશ કરવા તંત્રને કામે લગાડાયુ હતું. ઝુંબેશના બીજા રાઉન્ડમાં 153 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, 171 ફિમેલ હેલ્થ વર્કર તથા 919 આશા બહેનો તેમજ સુપરવિજન મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, આયુષ તથા મેડિકલ ઓફિસરને સામેલ કરાયા છે.

ગ્રામ્ય વિસ્તારના 32 હજાર ઘરનો ડોર ટુ ડોર સરવે કરાયો

1411 સ્થળ ઉપરથી ડેન્ગ્યુ મચ્છરોના પોરા મળી આવ્યા

અન્ય સમાચારો પણ છે...