• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સિવિલ હોસ્પિટલનું લોન્ડ્રી કાંડ ધોબીની ચોરી ઉપર સે સીના જોરી

સિવિલ હોસ્પિટલનું લોન્ડ્રી કાંડ ધોબીની ચોરી ઉપર સે સીના જોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરસિવિલ હોસ્પિટલમાં છેલ્લા અઢી વર્ષથી લોન્ડ્રીનુ મશીન મૃત અવસ્થામાં પડી રહ્યું છે. છતાં ત્યાં પરોઢિયે પાછળનો દરવાજો ખોલીને ધોબી કપડા ધોવા આવતો હતો. સિવિલ સુપ્રિટેન્ડેન્ટની તપાસમાં પોલ ખુલી જતા આખુ કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે બીજા દિવસે ધોબીએ સિવિલ સત્તાધિશોને ગાંધીનગર સિવિલના કપડા ધોવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તંત્રની સમજાવટ બાદ કામ કરવા તૈયાર થયો છે. ચોરી ઉપર સે સીના જોરી જેવુ ધોબી દ્વારા કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર સિવિલમાં લોન્ડ્રીના કોન્ટ્રાક્ટર દ્વારા સવારે 3થી 5ના ગાળામાં આવીને સિવિલના તથા અન્ય ખાનગી તથા સરકારી સિવિલના કપડા ધોવાનુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના સમાચાર મળ્યાં છે. કૌભાંડમાં સિવિલના અધિકારીઓનો હાથ હોવાના સંકેતો મળી રહ્યાં છે. લોન્ડ્રીના રૂમનુ તાળુ તુટેલુ જોતા સુપ્રિટેન્ડેન્ટે રૂમને સીલ કરાવી દીધો છે. સિવિલ સત્તાધિશોએ કૌભાંડ આચરનાર કૌભાંડીઓને સજા કરાવવા પોલીસને મૌખિક જાણ કરી હતી. સુત્રો દ્વારા જાણવા મળ્યું કે ત્યારે શુક્રવારે સત્તાધિશો દ્વારા ધોબીને બોલાવ્યો હતો. ધોબીએ સત્તાધિશોને કપડા ધોવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

સુત્રોએ દ્વારા જાણવા મળ્યું કે સિવિલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરી છે. ત્યારે ધોબી મુખ્ય સુત્રધાર મનાઇ રહ્યો છે. જેમાં કેટલાક સિવિલના અધિકારીઓની પણ સંડોવણી હોવાના સમાચાર મળ્યા છે. ત્યારે પોતે પોલીસની પળોજણમાંથી સીધુ નિકળી જવાય તે માટે ધોબીએ હાલમાં કપડા ધોવાની ના પાડી દીધી હતી.

સિવિલ તંત્રની માંડ માંડ સમજાવટ બાદ કામ કરવા તૈયાર થયો છે. હાલમાં સીલ કરેલા રૂમને જેતે સ્થિતિમાં રાખવાનો ત્યારે ધોબીને અન્ય કપડા ધોવાની વાત કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યું છે.

તંત્રની સમજાવટ બાદ ધોબી કામ કરવા તૈયાર થયો

ધોબીએ સિવિલના કપડા ધોવાની ચોખ્ખી ના પાડી

અન્ય સમાચારો પણ છે...