તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનાવામાં પાણી ઢોળવા મુદ્દે એક કોમ વચ્ચે મારામારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરતાલુકાના ઉનાવામા રસ્તા પર પાણી ઢોળવા બાબતે મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો. ભરતભાઇ લાલભાઇ રાવળ (રહે. ઉનાવા, રાવળવાસ) અને દિનેશ ડાહ્યાભાઇ રાવણ એક વાસમાં રહે છે. ત્યારે દિનેશભાઇના પરિવારજનો દ્વારા રસ્તા ઉપર વારંવાર પાણી ઢોળવામાં આવતુ હતું. જેને લઇને ગંદકી થતી હતી, જ્યારે રસ્તામાંથી નિકળવાની જગ્યા પણ રહેતી હતી. ત્યારે ભરતભાઇએ દિનેશભાઇને રજૂઆત કરવા જતા ઉશ્કેરાઇ ગયા હતાં. દિનેશભાઇ તેમભના પત્ની ગીતાબેન રાવળ, ડાહ્યા પૂંજા રાવળ, લીલા ડાહ્યા રાવળે ભરતભાઇને ગડદા પાટુનો માર માર્યો હતો અને ગાળા ગાળી કરી હતી. જેમાં દિનેશભાઇએ ભરતભાઇને લોખંડની પાઇપ મારી હતી. જેમાં ઇજાઓ થતા સારવાર લેવામાં આવી હતી. બનાવની ફરિયાદ પેથાપુર પોલીસ મથકમાં નોંધાવતા જમાદાર બાબુભાઇએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...