પાના નં.1નું અનુસંધાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અગાઉ2014માં 65મા જન્મદિવસે માતાના આશીર્વાદ લેવા આવ્યા બાદ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવ્યા હતા. ત્યાર બાદ આજે ત્રીજી વાર ગાંધીનગરમાં પ્રવેશ કર્યો છે.

મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પાટનગરના વિકાસ માટે કમર કસનાર નરેન્દ્ર મોદીની આજની મુલાકાતને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે. શહેરની સ્વચ્છતા અને સલામતી માટે મહાનગરપાલિકા, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા લગભગ બે સપ્તાહ પૂર્વેથી કવાયત શરુ કરાઇ હતી. રાત્રે રાજભવનમાં રોકાયેલા વડાપ્રધાન તેમના 67મા જન્મદિનની સવારે પંચદેવ મહાદેવમાં દર્શન કરી હીરાબાના આશીર્વાદ લેવા માટે રાયસણ ખાતે તેમના લઘુબંધુ પંકજ મોદીના નિવાસસ્થાને જશે. અમદાવાદ ખાતે એક પારિવારિક કાર્યમાં હાજરી આપી લીમખેડા અને ત્યારબાદ નવસારીના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી રાત્રે દિલ્હી રવાના થશે.

વડાપ્રધાનનાકાફલાનું...

તેનીપાછળ વડાપ્રધાનના કાર્યાલયના અધિકારીઓ અને છેલ્લે એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર સહિતના વાહનો એક સાથે નીકળવાના પગલે કંઇક અલગ માહોલ રચાયો હતો.

પોલીસની પાઇલટ કાર રમરમાટ પસાર થયાના પગલે રોડ બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનોએ રસ્તા બંધ કરાવી દઇને અન્ય ટ્રાફિકને જ્યાં નો ત્યાં અટકાવી દીધો હતો. ત્યાર બાદ 10 મિનિટ પછી વડાપ્રધાનનો કોન્વોય કુલ મળીને 25થી વધુ વાહનોનો પસાર થયો હતો. જે તે પોઇન્ટ પર અટકાવી દેવામાં આવેલા અન્ય વાહનોના ચાલકો થોડા અકળાયા હતાં, પરંતુ તેમણે પણ જાણે ગ્રાન્ડ રિહર્સલને માણ્યું તો હતું જ. વડાપ્રધાન માટે ટ્રેન મારફત દિલ્હીથી આવેલી 4 બુલેટપ્રૂફ રેન્જ રોવર કાર પણ રિહર્સલમાં જોડાઇ હતી. ગ્રાન્ડ રિહર્સલનું રેન્જ આઇ જી અને જિલ્લા પોલીસ વડા સહિતના સુરક્ષા અધિકારીઓ દ્વારા મિનિટ ટુ મિનિટ નિરિક્ષણ કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...