તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પદયાત્રીઓના માર્ગો ઉપર રાહત કેમ્પનો કચરો ઠેરનાઠેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂનમનાદિવસથી અંબાજીનો મેળો પુરો થઇ ચૂક્યો છે. પરંતુ છેલ્લા 10 દિવસથી અંબાજી જતા પદયાત્રીઓથી જિલ્લાના માર્ગો ઉભરાઇ રહ્યાં હતાં અને અનેક સ્થળો ઉપર રાહત કેમ્પો શરૂ કરાયા હતાં. આમ રસ્તા ઉપર થયેલી ગંદકી અને રાહત કેમ્પના કચરાનો નિકાલ થઇ શક્યો નથી. તે અગાઉ જો વરસાદ પડશે તો કચરો પલડવાથી તેમાં મચ્છરોનો ઉપદ્રવ રોગચાળો નોતરે તેવી શક્યાતાઓ દેખાઇ રહી છે.

અંબાજી મેળાના પદયાત્રીઓ માટે શરૂ કરાયેલા રાહત કેમ્પમાં તેમજ જિલ્લાના માર્ગો ઉપર થઇ રહેલી ગંદકી અને કચરાનો નિકાલ વહેલી તકે નહીં થાય તો મચ્છરોનો ઉપદ્રવ વધશે. તેની સાથે હાલમાં પ્રવર્તમાન બેવડી ઋતુના કારણે રોગચાળો ડોકાઇ રહ્યો હોવાથી ગાંધીનગર જિલ્લાના તમામ સરકારી દવાખાનાના સ્ટાફને રોગચાળાથી માહિતગાર કરવાની સાથે સૂચના આપવામાં આવી છે. આદેશના પગલે આરોગ્ય તંત્રએ રોગ અટકાયતી પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે. તેમ છતાં રસ્તા ઉપરની ગંદકી અને રાહત કેમ્પોના કારણે થયેલા કચરાનો નિકાલ કરવા માટે હજુ સુધી કોઇ આયોજન થઇ શક્યુ નથી.

નિકાલ નહીં થાય અને જો વરસાદ આવશે તો મચ્છરોનો ઉપદ્રવ વધશે

અન્ય સમાચારો પણ છે...