કોબા રોડ નજીક કૂતરુ આડે આવતા બાઇક ચાલકનંુ મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનાપાટનગરમાં રખડતા પશુઓ માથાનો દુ:ખાવો બની ગયા છે. નાગરિકો તોબા પોકારી ગયા છે. જેમાં રખડતા પશુઓથી અત્યાર સુધી બે વાહન ચાલકોના મોત થયા છે. ત્યારે કોબા રોડ પર બાઇક સવારની આડે કૂતરુ આડે આવતા અકસ્માત થયો હતો. જેમાં બાઇક ચાલક યુવાનનુ મોત થયું હતું. બનાવની જાણ ઇન્ફોસીટી પોલીસને થતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ નિપૂર્ણ જયંતિભાઇ ખલાસ (રહે. અમદાવાદ) અને ગૌરવ અશ્વિનભાઇ પટેલ પોતાના બાઇક ઉપર કે રાહેજા રોડ તરફ જઇ રહ્યા હતાં. ત્યારે રોડ વચ્ચે કે રાહેજા પાસે કૂતરુ આડે આવી જતા અકસ્માત થયો હતો. બાઇક પાછળ સવાર ગૌરવ પટેલને ગંભીર ઇજાઓ થતા તેનો મિત્ર જયદીપ સારવાર માટે ગાંધીનગર સિવિલમાં લઇ ગયો હતો. જ્યાં તબિયત વધુ ગંભીર થતા અમદાવાદ રીફર કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...