શ્રાવકો ભૌતિક વસ્તુઓ પરનું મમત્વ ઘટાડે: ડૉ. લોકેશ જૈન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેથાપુરસ્થિત શ્રી 1008 પાર્શ્વનાથ દિગમ્બર જૈન ચૈત્યાલયમાં યોજાયેલા વ્યાખ્યાનમાં વક્તા ડૉ. લોકેશ જૈને જણાવ્યુ હતું કે ઉત્તમ અપરિગ્રહની સાધના, ખપ પૂરતું વાપરવાનો સંકલ્પ, દિવસે દિવસે પોતાની હાજતો ન્યૂનતમ કરતા જવાની દાનતનો આચાર, ભૌતિકતાવાદી વસ્તુઓમાં આસક્તિ ઘટાડવી. આપણા પાસે આપણી જરૂરીયાત કરતાં જે વધારાનું હોય તે ઉદારતા સાથે નમ્રતાપૂર્વક જરૂરીયાતમંદો માટે સમર્પિત કરવાની ભાવના ધર્મની સાધના થકી વિકસે છે.

પર્યુષણ પર્વ દરમિયાન શ્રાવકોએ પોતાની શ્રદ્ધા શક્તિ મુજબ એકાશન, ઉણોદરી અને ઉપવાસનો તપસ્યા કરેલી છે. આંતરિક તપ તરીકે ક્રોધ, માન, માયા, લોભ વગેરે 4 કષાયોના શમનનો અભ્યાસ પણ કર્યો જેથી પરસ્પર પ્રેમ પ્રકટી શકે છે.

અન્ય સમાચારો પણ છે...