તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • હોર્સ રાઇડિંગ સ્કૂલમાં એડવાન્સ કોર્ષ શરૂ થતાં અશ્વપ્રેમિઓમાં નિરાશા

હોર્સ રાઇડિંગ સ્કૂલમાં એડવાન્સ કોર્ષ શરૂ થતાં અશ્વપ્રેમિઓમાં નિરાશા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તત્કાલીનમુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલિન ગૃહરાજ્ય મંત્રી રજની પટેલની ઉપસ્થિતિમાં કરાઇ ખાતે ઇન્ડિયન ઇવેર્સ્ટન મીટમાં દરેક જીલ્લામાં હોર્સ રાઇડીંગ સ્કૂલ પોલીસ દ્વારા ચાલુ કરવાની જાહેરાત કરાઇ હતી. ત્યાર બાદ ગાંધીનગર, પાલનપુર, મહેસાણા અને ભાવનગર સહિતના જીલ્લાઓમાં સેન્ટરોમાં સ્કૂલ શરૂ કરાઇ હતી. પરંતુ ગાંધીનગરમાં બેઝિક કોર્ષથી આગળ એડવાન્સ કોર્ષ હજુ શરૂ કરવામાં આવતાં અશ્વપ્રેમિઓ નિરાશ થયા છે. અનેક વખત રજુઆત છતાં એડવાન્સ કોર્ષનો પ્રારંભ કરાયો નથી. સ્કૂલની જવાબદારી જેના શીરે છે તેવા પીએસઆઇ યાદવ અત્યંત વ્યસ્ત હોવાના કારણે રજુઆત પણ સાંભળતા નથી. તેવો આક્ષેપ ઘોડેસવારો દ્વારા કરવામાં આવ્યો છે.

14 માસ પહેલા ગાંધીનગર ખાતેની એસપી કચેરીએ એસપીના હસ્તે કલબનું ઉદઘાટન કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...