• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ઔષધિય ઉદ્યાનમાંથી ચંદન ચોરનાર આંતરરાજ્ય ગેંગના 4 સાગરિત ઝબ્બે

ઔષધિય ઉદ્યાનમાંથી ચંદન ચોરનાર આંતરરાજ્ય ગેંગના 4 સાગરિત ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંરાજભવન પાછળના ભાગે આવેલા ઔષધિય વનસ્પતિ ઉદ્યાનમાંથી બે વાર થયેલી વૃક્ષોની ચોરીમાં ચંદન ચોર નાસી જવામાં સફળ રહેતા હતાં. ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના 4 સાગરીતોને ઝડપી લેવાયા છે.

ગાંધીનગરમાં બોરીજ જતા માર્ગ પર અને રાજભવનની પાછળ આવેલા ઔષધિય ઉદ્યાનમાં બે વખત ચંદન ચોર ત્રાટક્યા હતાં. જેમાં તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં ચંદન ચોરોએ ઉદ્યાનના સિક્યુરીટી ગાર્ડને મારમારી ચંદનની ચોરી કરી ગયા હતાં. ત્યારે ગુનામાં સંડોવાયેલી આંતરરાજ્ય ગેંગના 4 સાગરીતને ગાંધીનગર એલસીબીએ રાજસ્થાનથી ઝડપી લીધા છે.

એલસીબીના પીએસઆઇ પી જે સોલંકીએ માહિતી આપતા કહ્યું કે તસ્કરો ઉદેપુરમાં ચંદન ચોરીમાં પકડાયા છે. જેમનો રેકોર્ડ જોતા અલગ અલગ રાજ્યમાં ચંદનના ઝાડની ચોરી કરતા હતાં.

હાલમાં ઔષધિય ઉદ્યાનમાંથી ચોરી કરનાર 4 સાગરીત નાસરઅલી અનારઅલી સૈયદ, સઇદ ઉર્ફે લાલ ધાચીખા પઠાણ (મુશ્લીમ)(રહે. ખેરમાલીયા, જિ. ચિતોડગઢ. રાજ), સઇદઅલી સિરાજઅલી વલ્લીહદમ સૈયદ (રહે. બરખેડા, જિ. ચિતોડગઢ. રાજ) અને હકિમખા ઉર્ફે છોટુખા અજીજખા (રહે. ખેરમાલિયા , જિ. ચિતોડગઢ. રાજ) શેખને ઝડપી લેવાયા હતાં. શખ્સો બજારમાં રૂ. 2 હજારના ભાવે મળતા ચંદનને રૂ 800માં વેચી દેતા હતાં.

હજુ 4 ચંદનચોર પોલીસ પકડથી દૂર

ચંદનીચોરીનો ભેદ ઉકેલવામાં સફળ થનાર એલસીબીના પીએસઆઇએ કહ્યું કે ગુનામાં 10 આરોપીઓ છે જેમાં હજુ 4 શખ્સોને પકડવાના બાકી છે. જ્યારે બે શખ્સો બાંસવાડા જેલમાં રાજસ્થાનના વિવિધ વિસ્તાર જેમાં ઉદેપુર કલેક્ટર કચેરીમાંમાંથી ચંદન ચોરી કરવાના ગુનામાં જેલમાં બંધક છે. ગુનામાં રાજુ ઉર્ફે સરફરાજ નુરમહંમદ શેખ ચંદન કાપવાનુ અને વેચવાનુ લાયસંસ ધરાવે છે. ત્યારે આરોપીઓ રાજુ શેખને ચંદન વેચતા હતાં.

ટોળકીઝાડના ગર્ભમાંથી ચંદન કાઢી લેતી હતી

એકસાથે 10 શખ્સો ચંદન ચોરી કરવા ત્રાટકતા હતાં. જેમાં ઝાડને આરી વડે કાપતા હતા સમયે ઝાડમાંથી પડતો વેર સુંઘીને ચંદન છેકે નહીં તેની તપાસ કરીને બાદમાં કાપી નાખતા હતાં. ગાંધીનગરના ઔષધિય ઉદ્યાનના 5 ગુનામાંથી 2 ગુનાના ભેદ ઉકેલાયા છે.

ઔષધિય ઉદ્યાનમા બે વાર ચંદનના વૃક્ષની ચોરી કરીને નાસી ગયા હતા

વૃક્ષતસ્કરી|2000ના ભાવે બજારમાં મળતુ ચંદન રૂ. 800ના ભાવે વેચતા હતા

અન્ય સમાચારો પણ છે...