મભોયોના બાળકોને જમવાની ડીસ દેવા નિર્ણય પછી ચમચી’ આપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતવર્ષે સપ્ટેમ્બર મહિનામાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મધ્યાહ્ન ભોજન યોજનાનો લાભ લેતા શહેરી વિસ્તારના 7 હજાર જેટલા બાળકોને જમવા માટે સ્ટીલની ડીસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યા પછી તેનો અમલ કરવામાં આવ્યો નથી. સ્ટીલની ડીસ તો દુર રહી તેમને ચમચી પણ નહીં આપીને મહાપાલિકાએ આવી યોજનાને કાગળ પરથી જમીન પર નહીં લાવીને જાણે ગરીબ પરિવારોની ઠેકડી ઉડાવવા જેવું કર્યું છે. મુદ્દે મહાપાલિકા દ્વારા જે તે સમયે પ્રાથમિક વિભાગના શાશનાધિકારીને બાળકોની સંખ્યા અને ડીસની જરૂરત જણાવવા કહેવાયુ હતું. પરંતુ તેમના તરફથી આજ સુધી વિગતો અપાઇ નથી.

તત્કાલીન સ્થાયી ચેરમેન રાકેશભાઇ પટેલના સમયમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કમિશનર તરફથી કરવામાં આવેલી શહેર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજનાના લાભાર્થી બાળકોને જમવાના ઉપયોગ માટે સ્ટીલની ડીસ મહાપાલિકા તરફથી આપવા માટેની ભલામણને મંજુર રાખવામાં આવી હતી. ત્યારે લાભાર્થી બાળકોની સંખ્યા 7 હજાર હોવાની વાતની પણ નોંધ લેવામાં આવી હતી. પરંતુ સ્થાયી સમિતિના ઉપરોક્ત ઠરાવનો અમલ આજ દિવસ સુધી કરવામાં આવ્યો નથી.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાને મુદ્દે પૂછતાં તેમણે જણાવ્યુ હતું કે મધ્યાહ્ન ભોજન યોજનાના લાભાર્થી બાળકોને જમવા માટેની સ્ટીલની ડીસ અપાઇ નથી. વધુમાં કહ્યું કે પ્રાથમિક વિભાગના શાશનાધિકારીને વાતને લઇને સ્મૃતિ પત્ર લખવામાં આવશે.

બાળકોની સંખ્યા અને કેટલી ડીસની ખરેખર જરૂરત છે તેની માહિતી નવેસરથી માગવામાં આવશે અને ત્યાર બાદ સંબંધે નવેસરથી સ્થાયી સમિતિની મંજુરી મેળવીને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો કોર્પોરેટરો દ્વારા તેમની ગ્રાન્ટની રકમમાંથી કામ કરવા સૂચવવામાં આવશે. તો તેના પર વિચારણા કરવામાં આવશે.

યોજનાઓ ઘણી બને છે, પરંતુ કાગળ પર રહી જાય છે

એક વર્ષ પહેલાં જમવા માટે ડીસ આપવાનો નિર્ણય લેવાયો હતો

અન્ય સમાચારો પણ છે...