તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ઇતર પ્રવૃતિઓમાં રાજ્યમાં પ્રથમ આવનાર શાળાને રૂ.5 લાખ ઇનામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇતર પ્રવૃતિઓમાં રાજ્યમાં પ્રથમ આવનાર શાળાને રૂ.5 લાખ ઇનામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજ્યમાંશિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરાઇ રહ્યા છે. સરકારી શાળાઓ સ્વચ્છતા જાળવે તે માટે શાળા સ્વચ્છતા એવોર્ડ એનાયત કરવાની યોજના બનાવી છે. જેમાં પ્રથમ આવનાર શાળાને રૂ. 10 હજાર રોકડ ઇનામ આપવામાં આવશે. શાળાકિય ઇતર પ્રવૃતિઓમાં રાજ્યમાં પ્રથમ આવનાર શાળાને રૂ. 5 લાખ, બીજા ક્રમે રૂ. 3 લાખ અને ત્રીજા ક્રમે આવનાર શાળાને રૂ. 2 લાખ ઇનામ અપાશે. જ્યારે જિલ્લાની શ્રેષ્ઠ ત્રણ શાળાઓને રૂ. 1-1 લાખ ઇનામ આપી સન્માનિત કરાશે.

રાજ્યની સરકારી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા ખાનગી શાળાઓને સરકાર રૂ. 5 લાખ ઇનામ આપી સન્માનિત કરશે. જેમા શાળાએ બાગબાનની, ઔષધિય પ્રવૃતિ, તુલસીવન બનાવવાનુ રહેશે. જ્યારે કેમ્પસમાં દરરોજ નિયમિત સ્વચ્છતા, વૃક્ષોની માવજત અને વનસ્પતિ અંગેની માહિતી વિદ્યાર્થીઓને આપવાની રહેશે. શાળામાં મુલ્યલક્ષી શિક્ષણના નવતર પ્રયોગો કરી વિદ્યાર્થીઓની શક્તિઓને ખીલવવાની કામગીરી કરવાની રહેશે. વિજ્ઞાન પ્રયોગ, વિદ્યાર્થીઓની અસરકારક બેઠક વ્યવસ્થા, વર્ગ ખંડમાં જૂથ કાર્ય, સહપાઠી શિક્ષણ, વિદ્યાર્થીઓના હસ્તાક્ષર સંધારણા માટેના પ્રયત્ન, નબળા વિદ્યાર્થીઓ માટે સહાયક કાર્યક્રમો અને શાળામાં વર્ગ ખંડોનુ સુશોભન કરવાનુ રહેશે.

જ્યારે શહેરી, તાલુકા અને જિલ્લાની ખાનગી, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ દસ પેજમાં ઇનામ મેળવવા ટૂંકી નોંધ તૈયાર કરવાની પણ રહેશે. પસંદગી સમિતિના અધ્યક્ષને મળ્યા બાદ જેતે શાળાની મુલાકાત લેશે. શાળાઓએ ઇતર પ્રવૃતિ કર્યા બાદ સમિતિના સભ્યો દ્વારા તેની મુલાકાત કરીને પસંદગી કરવામાં આવશે. સ્પર્ધામાં છેલ્લા ત્રણ વર્ષમાં 80 ટકાથી ઉંચુ પરિણામ લાવનાર શાળાઓ ભાગ લઇ શકશે. તમામ સ્પર્ધામાં રાજ્ય લેવલે શ્રેષ્ઠ આવનાર શાળાને રૂ. 5 લાખ, બીજા ક્રમે 3 લાખ અને ત્રીજા નંબરને 2 લાખ રોકડ પુરસ્કાર અપાશે. જ્યારે જિલ્લા કક્ષાએ ત્રણ શાળાને પસંદ કરાશે. જેમાં રૂ.1-1 લાખ રૂપિયા ઇનામ આપવામા આવશે. સરકારી શાળાનુ શિક્ષણ સુધારવા તથા વિદ્યાર્થીઓમાં વિવિધ પ્રકારની પ્રવૃતિઓમાં આગ આવેુ તેવા પ્રયત્નો કરાઇ રહ્યા છે. શાળા સ્વચ્છતા એવોર્ડ આપવાનુ પણ શરૂ કરાયું છે.

જિલ્લાકક્ષાની પ્રથમ શાળાને રૂ. 1 લાખનું ઇનામ અપાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો