તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • મહાપાલિકા વિસ્તારમાં 80 જેટલા શૌચાલય દિવાળી પહેલા ખોલાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાપાલિકા વિસ્તારમાં 80 જેટલા શૌચાલય દિવાળી પહેલા ખોલાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહાપાલિકાવિસ્તારમાં આગામી ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં 75થી 80 જેટલા જાહેર શૌચાલય ખોલી દેવા માટે તંત્ર કામે લાગ્યું છે. પાટનગરમાં બંધ હાલતમાં પડેલા વધુ 25 જાહેર શૌચાલય પાટનગર યોજના વિભાગ દ્વારા મહાપાલિકાને સોંપી દેવામાં આવતા તેમાં જરૂરી સમારકામ કરવામાં આવનાર છે. જેમાં સમારકામ થિ શકે તેમ હોય તેને પાડી નાખીને નવેસરથી બાંધકામ કરી દેવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદીએ જણાવ્યું કે પાટનગરમાં હવે કોઇ પે એન્ડ યુઝ ટોઇલેટ રાખવામાં આવશે નહીં. નવા તૈયાર થનારા અને સમારકામ થનારા તમામ ટોઇલેટ નિશુલ્ક રાખવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનરે વધુમાં કહ્યું કે હાલમાં નવા પબ્લિક ટોઇલેટના 12 સ્થળે બાંધકામ શરૂ કરવામાં આવ્યા છે તેમાં સેક્ટર 24માં શાક માર્કેટ પાસે, સેક્ટર 20માં અક્ષરધામ સામેના પાર્કિંગમાં, સેક્ટર 16માં ફૂડકોર્ટ પાસે, ઉપરાંત સેક્ટર 6, 7, 9, 10, 17, 19, 21, 23 અને 28માં મુખ્ય શોપિંગ સેન્ટર, શાક માર્કેટ અને બગીચાની નજીક થાય તે પ્રકારે લોકેશન નક્કી કરવામાં આવ્યા છે. તમામ સ્થળે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પબ્લિક ટોઇલેટ માટે જરૂરી બને તેટલી જગ્યા ફાળવવામાં આવતાની સાથે કામ શરૂ કરી દેવાયું છે. ઉપરાંત સેક્ટર 29, 30 અને 24માં પબ્લિક ટોઇલેટ બાંધવામાં આવનાર છે.

વધુમાં જણાવ્યું કે હાલમાં શહેરમાં કુલ 13 સ્થળોએ પબ્લિક ટોઇલેટ કાર્યરત છે. તેમાં સેક્ટર 10માં મીનાબજારમાં, સેક્ટર 29માં 6 સર્કલ, સેક્ટર 17માં 5 સર્કલ, સેક્ટર 9માં સરિતા ઉદ્યાન, સેક્ટર 16માં પોસ્ટ ઓફિસ પાસે, સેક્ટર 6માં અપના બજાર પાસે, સેક્ટર 7માં શોપિંગ સેન્ટરમાં, સેક્ટર 12માં સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં, સેક્ટર 24માં ઇન્દિરાનગરમાં, સેક્ટર 21માં શાક માર્કેટ પાસે, ઇન્ફોસિટી પાસે 0 સર્કલ, સેક્ટર 30માં વન ચેતના સર્કલ પાસેનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા અભિયાનને સાર્થક બનાવવા માટે શહેરમાં હવે પછી તૈયાર થનારા તમામ શૌચાલયો નિ:શુલ્ક રખાશે.

શહેરના 25 ખંડેર શૌચાલય મહાપાલિકાને સોંપાતા ચાલુ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો