તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘ-4 સર્કલેથી ગલ્લો ઉઠાવી સામાન-રોકડની ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરશહેરમાં ઘરફોડી ચોરીઓનું પ્રમામ ઘટવા સાથે સાથે નાની ચોરીઓનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે શહેરનાં ઘ-4 સર્કલ પાસે રાખવામાં આવેલો એક લારી ગલ્લો રાત્રે તસ્કરો ઉઠાવીને ઝાડીઓમાં લઇ ગયા હતા. જયાં તાડુ તોડીને સામાન, દાગીનાં તથા રોકડ મળી રૂ. 16 હજારનો મુદામાલ ઉઠાવી ગયા હતા.

ગલ્લાનાં માલીક બાબુભાઇ મોહનભાઇ પટેલ દ્વારા નોંધાેલી ફરીયાદ પ્રમાણે ઉદ્યોગ ભવન પાસે પોતે પાન-મસાલાનો ગલ્લો ચલાવી છે અને રાત્રે સામે બનાવવામાં આવેલા છાપરામાં રહે છે. બુધવારની રાત્રે જાગ્યા તો સર્કલ પરથી પોતાનો ગલ્લો ગાયબ હતો. આસપાસ શોધ કરવા છતા મળ્યો નહોતો. સવારે અજવાળુ થતા શોધખોળ કરતાપાસેની ઝાડીઓમાંથી તાળુ તુટેલી હાલતમાં મળી આવ્યો હતો. અંદર તપાસ કરતા રૂ. 2 હજારનું પરચુરણ, 5 હજારની કિંમતની સોનાની કડીઓ, મંગળસુત્ર, કાનની સેરો સહિત કુલ મળી રૂ. 16 હજારનો મુદામાલ ચોરાઇ ગયો હોવાનું ધ્યાને આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો