તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • સેક્ટર 5નો કોમન પ્લોટ મોબાઇલ કંપનીને ટાવર માટે અપાતા વિવાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્ટર-5નો કોમન પ્લોટ મોબાઇલ કંપનીને ટાવર માટે અપાતા વિવાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરનેવસાવવા માટે સરકાર દ્વારા અનેક સ્કીમો કરવામાં આવી હતી. ભેંકાર ભાસતા નગરમાં લોકોને વસવાટ કરવા બોલાવવા પડતા હતાં. સરકાર મફતના ભાવે જમીનો આપતી હતી. પરંતુ છેલ્લા દોઢ દાયકાથી પાટનગરનો સમય બદલાયો છે. જમીનોના ભાવ આસમાને પહોંચતા સરકારની નીયત બગડી છે અને ખાનગી કંપનીઓને વેચી રહી છે. સેક્ટર 5સીમાં વસાહતિઓ માટે રાખવામાં આવેલા કોમન પ્લોટમાં રીલાયન્સ કંપનનીને પધરાવી દેવાતા રહીશો લાલઘુમ થઇ ગયા છે. ભ્રષ્ટ્ર તંત્રએ કોમન પ્લોટ વેચી નાખ્યો તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

પાટનગરના વસાહતિઓના પ્રસંગો કરવા માટે સરકાર દ્વારા કોમન પ્લોટ રાખવામાં આવ્યા છે. પરંતુ જમીનોના ભાવ આસમાને જતા સરકારી તંત્રનો ડોળો પણ ડળક્યો હોય તેવુ વસાહતિઓ કહી રહ્યા છે. શહેરના સેક્ટર 5સીમાં રીલાયન્સ કંપની દ્વારા મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરી હાથ ધરાઇ છે. ત્યારે શહેરમાં ક્યારેય ના બન્યું હોય તેવુ બનતા રહીશો રોષે ભરાયા અને કંપનીની કામગીરીને બંધ કરાવી દીધી હતી. વસાહતિઓ ચર્ચા કરતા જોવા મળતા હતાં કે જમીનોના ભાવ ઉંચા જતા ભ્રષ્ટ્ર તંત્રના અધિકારીઓ વસાહતિઓનુ જે થવુ હોય તુ થાય પરંતુ અમારુ પેટ ભરાવુ જોઇએ તેવી નીતિ અપનાવી વેચી નાખ્યો લાગે છે.

વસાહત મંડળના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ કહ્યું કે કંપનીના કર્મચારીઓ સાથે વાતચિત કરતા તેમણે મંજુરીનો પત્ર બતાવ્યો હતો. પાટનગર યોજના વિભાગમાં પણ મંજુરી કોના દ્વારા આપવામાં આવી તેની તપાસ કરાઇ હતી. ત્યારે હાજર અધિકારીએ કલેક્ટરનુ નામ આગળ ધરીને ખો આપી હતી. વસાહતિઓ કલેક્ટરને રજૂઆત કરવા જતા તેમણે પાટનગર યોજના વિભાગનુ નામ આગળ ધર્યુ હતું.

પાયોવીના અધિકારીએ મંજુરીને લઇને જવાબ આપવાનુ ટાળ્યું

સેક્ટર 5સીના કોમન પ્લોટમાં મોબાઇલ કંપનીનો ટાવર નાખવામાં આવી રહ્યો છે. ત્યારે વસાહતિઓ દ્વારા વિરોધ કરાયો છે. મંજુરી કોણે આપી તેવો સવાલ પાયોવીના અધિકારી યોગેશ શાહને કરતા તેમણે જવાબ આપવાનુ ટાળ્યું હતું.

મંજુરી મારા પહેલા આપવામાં આવી છે

ખાનગી કંપનીના મોબાઇલ ટાવરની મંજુરી કોણે આપી તેને લઇને ગાંધીનગર કલેક્ટરને પુછતા કહ્યું કે મંજુરી મારા પહેલા પાટનગર યોજના વિભાગ દ્વારા અપાઇ છે. પરંતુ વસાહતિઓનુ ખરાબ ના થવુ જોઇએ. ચોક્કસ તપાસ કરાશે.

સેક્ટર 5સીના કોમન પ્લોટમાં ટાવરની કામગીરી કરવામાં આવતા વસાહતિઓ રોષે ભરાયા હતા અને કામ અટકાવ્યું હતું.

તમામ તહેવારની ઉજવણી ગ્રાઉન્ડ પર કરાય છે : વસાહતિઓ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો