તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • હલકી ગુણવત્તાવાળી પ્લેટ નાખવા બદલ સિવિલ સર્જનને નોટીસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હલકી ગુણવત્તાવાળી પ્લેટ નાખવા બદલ સિવિલ સર્જનને નોટીસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરસિવિલ હોસ્પિટલનું તંત્ર ધીરેધીરે ખાડે જઇ રહ્યું હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે. સિવિલમાં ગત જાન્યુઆરી મહિનામાં એક દર્દીને હાથે ફ્રેક્ચર થતા સારવાર લેવા ગાંધીનગર સિવિલમાં દાખલ થયો હતો. સારવાર લીધાના મહિના બાદ દુ:ખાવો થતા ફરીથી ખાનગી હોસ્પિટલમાં બતાવ્યું હતું. હાથમાં નાખેલી પ્લેટ તુટી ગયેલી હતી. હલકી ગુણવત્તાવાળી પ્લેટ નાખવા બદલ અને દર્દીને થયેલા નુકશાન બદલ સિવિલ હોસ્પિટલના સર્જનને નોટીસ બજાવી છે.

સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ માટે હલકી ગુણવત્તાવાળી ચિજવસ્તુઓ ખરીદવામાં આવે છે.તેવા અનેક આક્ષેપો પહેલા થયા છે. ત્યારે હાલમાં સામે આવેલા એક બનાવથી પુરવાર થતુ જોવા મળી રહ્યું છે. કિશનસિંહ ઉર્ફે કિશોરસિંહ રાઠોડ (રહે. પ્લોટ નંબર 101/2 સેક્ટર 28)માં રહે છે અને નોકરી કરે છે. કિશનસિંહને ગત તા 01/01/16ના રોજ હાથમાં ફ્રેક્ચર થતા ગાંધીનગર સિવિલમાં દાખલ થયા હતાં. તબીબ દ્વાર 03/01/16ના રોજ ઓપરેશન કરવામાં આવ્યુ઼ હતું. બે દિવસ બાદ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. ઓપરેશન સમયે બેદરકારી દાખવવામાં આવી હોય તો આવુ શક્ય બની શકે છે તેમ તબીબે કહ્યું હતું. સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓ માટે હલકી ગુણવત્તાવાળી પ્લેટ નાખવામાં આવી છે. કિશનસિંહ દ્વારા સિવિલ સર્જનને નોટીસ પાઠવી છે અને ગંભીર ભુલ અને બેદરકારીથી થયેલા આર્થિક નુકશાન બદલ રૂ. 25000 માનસિક ત્રાસ અને આઘાતના રૂ. 20000 તથા નોટીસના રૂ. 11001 સહિત કુલ 56101 રૂપિયા ચૂકવી અખાપવા નોટીસ બજાવી છે.

દર્દીને ફ્રેક્ચર થતા હાથમાં પ્લેટ નાખવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો