તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવનની ઝાંખી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતીયસંસ્કૃતિમાં ગુરૂને પૂજ્ય ગણવામાં આવે છે. ઇશ્વરનો સાક્ષાત્કાર જેના માધ્યમથી શિષ્યને મળે છે, તેવા પુજનિય ગુરૂજીને વંદન કરવાનો દિવસ એટલે ગુરૂ પૂર્ણિમાં. સેકટર 23 સ્થિત કડી સર્વ વિદ્યાલય સંલગ્ન પટેલ કોમર્સ કોલેજમાં મંગવારે ગુરૂ પૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિની પરંપરાને ધ્યાને રાખી પૌરાણીક સમયના ગુરૂઓની કથાઓનું વર્ણન કરાયુ હતું.ઉજવણીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

પૌરાણિક સમયમાં ભારતીય સંસ્કૃતિમાં મહાન ગુરૂ થઇ ગયા છે. જેમાં ભૃગુ ઋુષિ, કપિલ મુની, વાલ્મીકી ઋુષી અને ગૌતમ બુદ્ધ તથા આધુનિક સમયમાં ડૉ. સર્વ પલ્લી રાધાકૃષ્ણ સહિતના ગુરૂઓએ મહાન શિષ્યોને જ્ઞાન આપ્યુ છે.. કોલેજના સ્ટુડન્ટ્સે ક્લાસ રૂમમાં બોર્ડ પર ગુરૂઓએ આપેલા ઉપદેશ અને બોધપાઠની કથાઓ દ્વારા જ્ઞાન પીરસ્યુ હતું. વિદ્યાર્થી ધવલસિંહ ચાવડાએ કહ્યું કે ગુરૂ માર્ગદર્શન આપે છે, તેમનો સ્પેશ્યિલ ડે એટલે ગુરૂ પૂર્ણિમા. કોલેજમાં ગુરૂ પૂર્ણિમાનું સેલિબ્રેશન કરાયુ હતું. એફવાઇ, એસવાઇ અને ટીવાઇના વિદ્યાર્થીઓએ ગુરૂજીની સ્ટાઇલમાં પ્રોજેકટ, પ્રેજન્ટેશન અને નાટક રજુ કર્યુ હતું. એક ક્લાસમાંથી 20 સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. ત્યાર બાદ દરેક ક્લાસમાં પ્રોફેસર દ્વારા માર્ક અપાયા હતાં.

એએ પટેલ કોમર્સ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓ પૌરાણીક ગુરૂઓની ગેટઅપ ધારણ કરીને ગુરૂ પૂર્ણિમાનું સેલિબ્રેશન કરાયુ હતું.

ગુરૂના જ્ઞાનનો વિદ્યાર્થીઓ પોતાના જીવમાં ઉતારે

^ગુરૂપૂર્ણિમા તહેવાર ગુરૂ અને શિષ્યના અતૂટ સબંધનો દિવસ છે. ગુરૂના જીવનમાંથી શિષ્ય પ્રેરણા મેળવીને સાચા માર્ગેને પસંદ કરે છે. કોલેજના સ્ટુડન્ટ્સ ગુરૂઓના જીવન અને બોધપાઠને પોતાના જીવનમાં ઉતારે તે માટે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી. > દિપલબેનકોઠીયા, પ્રોફેસર

2જી,3જી,4જી આવી ગયું છે, ભવિષ્યમાં 5જી, 6જી સહિત કેટલાય ‘જી’ આવશે, પરંતુ યાદ રાખજો કે ગુરૂ જી વિના આપણું કામ ક્યારે પૂર્ણ નહીં થાય, સહિતના વિવિધ સૂત્રો અને પૌરાણીક અને આધુનિક ગુરૂજીના ફોટો સાથે ક્લાસ રૂમના બોર્ડ સજાવાયા હતાં. વિદ્યાર્થીઓએ ઋુષીઓના ગેટઅપ પણ ધારણ કરીને પૌરાણીક સમય જેવો માહોલ બનાવીને ઉપદેશ આપ્યા હતાં.

કેટલાય‘5જી’ આવશે પણ ગુરૂજી વિના નહીં ચાલે

ગુરૂ પૂર્ણિમાએ કોલેજમાં પૌરાણિક ગુરૂના જીવનની ઝાંખી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો