તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા PSIનુ એસટી ડેપોમાંથી પર્સ ચોરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગરશહેરમાં રહેતા અને આઇબીમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા મહિલા લીંમડી કોર્ટની મુદત ભરવા જઇ રહ્યા હતાં. તે દરમિયાન ગાંધીનગર એસટી ડેપોમાંથી અજાણ્યો તસ્કર પર્સ તોડી રફુચક્કર થઇ ગયો હતો. જેમાં રહેલો રૂ. 12500નો મુદ્દામાલ લઇ ગયો હતો. બનાવની ફરિયાદ સેક્ટર 7 પોલીસ મથકમાં નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે.

સરોજબેન બળવંતસિંહ પટેલિયા (રહે. 169/3, ટાઇપ)માં રહે છે અને પોલીસ ભવનમાં આઇબીમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે. ત્યારે સવારે લીંમડી કોર્ટમાં મુદત હોવાથી ગાંધીનગર એસટી બસ સ્ટેન્ડમા બસની રાહ જોઇને ઉભા હતાં. ગાંધીનગર સરખેજ બસમાં બેસવા જતા હાથમાં રહેલુ પર્સ અજાણ્યો શખ્સ લઇને ભાગી ગયો હતો. જ્યારે પર્સમાં એક મોબાઇલ કિંમત રૂ. 10 હજાર અન્ય એક સેમસંગ મોબાઇલ કિંમત રૂ. 1 હજાર તથા રોકડા રૂ. 1500 તથા એસબીઆઇ કંપનીનુ એટીએમ કાર્ડ અને આધાર કાર્ડ સહિત રૂ. 12500 નો મુદ્દામાલ લઇ ભાગી ગયો હતો. સેક્ટર 7 પોલીસ મથકના જમાદાર કાનાજીએ અંગે તપાસ હાથ ધરી છે. એસટી સ્ટેન્ડમાં પોલીસ ચોકી ઉભી કરવાની રજૂઆત કરી છે છતા તંત્ર દ્વારા આખ આડા કાન કરતા મુસાફરોને ભોગ બનવુ પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો