• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સાતમંુ પગારપંચ નહીં મળતા રાજ્યના શિક્ષકો ખેલ મહાકુંભનો બહિષ્કાર કરશે

સાતમંુ પગારપંચ નહીં મળતા રાજ્યના શિક્ષકો ખેલ મહાકુંભનો બહિષ્કાર કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસરકાર દ્વારા ગ્રાન્ટેડ સંસ્થાઓને સાતમાં પગાર પંચ સહીત વિવધ પ્રશ્નોનું સમાધાન થતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની ગાંધીનગર ખાતે બેઠક મળી હતી.જેમાં ગુજરાતના ગ્રાન્ટેડ શાળાઓના એક લાખ જેટલા કર્મચારીઓના વિવિધ મંડળોમાં સંચાલક મંડળ,આચાર્ય સંઘ,ઉચ્ચતર માધ્યમિક સંઘ.માધ્યમિક સંઘ,વહીવટી સંઘ એમ પાંચેય મંડળો ભેગા મળી રણનીતિ તૈયાર કરી હતી.મંગળવારે મુખ્યમંત્રી વિજય રુપાણી સહીત ઉપમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપી લડતના શ્રીગણેશ કર્યા હતા.

રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીએ જણાવ્યુંકે આવનાર દિવસોમાં આવી રહેલ ખેલ મહાકુંભનો બહિષ્કાર કરાશે તેમજ આચાર્યો અને વ્યાયામ શિક્ષકો ખેલાડીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન નહિ કરે.બોર્ડના સભ્યો તમામ બોર્ડની કામગીરીનો બહિષ્કાર કરશે.તારીખ ૨૮/૬/૧૭ થી ૦૯/૦૭/૧૭ દરમ્યાન પાંચેય સંઘના પ્રમુખ અને મંત્રી ધારાસભ્ય,સંસદસભ્ય જીલ્લા પંચાયત પ્રમુખ તેમજ ભાજપના પદાધિકારીઓને આવેદનપત્ર આપશે. તારીખ ૧૦/૦૭/૧૭ ના રોજ ત્રણેય પાંખના હોદ્દેદારો જીલ્લા કલેકટરને ૩.૦૦ કલાકે આવેદનપત્ર આપી થી દરમ્યાન મૌન ધરણા કરશે. પંકજભાઈ પટેલે જણાવ્યું હતું ક-તા.૧૭/૦૭/૧૭ ના રોજ તમામ ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ માસ સી.એલ પર ઉતરશે. તા.૧૮/૭/૧૭ થી ૩૧/૦૭/૧૭ દરમ્યાન ચાર ઝોન અમદાવાદ,રાજકોટ,મહેસાણા અને સુરત ખાતે સંકલન સમિતિના હોદ્દેદારો સભાઓ કરી ન્યાયની મંગની કરશે.છતા પ્રશ્નો ઉકલે તો ૧૦/૦૮/૧૭ ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યભરના એક લાખ કર્મચારીઓ મહારેલી યોજી આંદોલન કરશે.

તમામ મંડળોએ સીએમને પગારપંચ આપવા રજૂઆત કરી

અન્ય સમાચારો પણ છે...