• Gujarati News
  • સેકટર 5માં યુવાનનો ગળાફાસો ખાઇ આપઘાત

સેકટર 5માં યુવાનનો ગળાફાસો ખાઇ આપઘાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરશહેરમાં વધી રહેલા આપઘાતનાં બનાવો વચ્ચે શહેરનાં સેકટર 5એમાં રહેતા એક યુવાને પોતાનાં ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધાનું સામે આવ્યુ છે. સેકટર 7 પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર સેકટર 5એમાં પ્લોટ નંબર 189 ખાતે રહેતા યુવાન ધવલકુમાર બિપીનભાઇ ત્રિવેદીએ મંગળવારે પોતાનાં ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જો કે પગલુ ભરવા પાછળનું કારણ જાણી શકાયુ નથી. સેકટર 7 પોલીસે હાલ અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.